Chhota Udepur/ છોટાઉદેપુરમાં પાણીમાં ડૂબી જતાં બે બાળકીઓના મોત

ગામમાં પાઇપલાઇનના લીકેજને કારણે એક સ્થળે પાણી ભરાઈ ગયું હતું. આ દરમિયાન બંને બાળકીઓ ત્યાં પહોંચી જતા અકસ્માતે પાણીમાં ડૂબી (Drown)ગઈ હતી

Gujarat Others
છોટાઉદેપુર (Chhota Udepur)જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ઝડુલી (Moti Zhaduli)ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાઇપલાઇનમાં લીકેજ થતાં ભરાયેલા પાણીમાં ડૂબી (Drown)જતાં બે માસૂમ બાળકીઓના કરુણ મોત (Child Death)નિપજ્યા હોવાનું સામે આવ્યું છે

Chhota Udepur : છોટાઉદેપુર (Chhota Udepur)જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાઇપલાઇનમાં લીકેજ થતાં ભરાયેલા પાણીમાં ડૂબી (Drown)જતાં બે માસૂમ બાળકીઓના કરુણ મોત (Child Death)નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાથી સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ગામમાં પાઇપલાઇનના લીકેજને કારણે એક સ્થળે પાણી ભરાઈ ગયું હતું. આ દરમિયાન બંને બાળકીઓ ત્યાં પહોંચી જતા અકસ્માતે પાણીમાં ડૂબી ગઈ હતી. સ્થાનિક લોકોની નજર પડતાં તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ બંનેના જીવ બચાવી શકાયા નહોતા.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ દુર્ઘટના કયા સંજોગોમાં બની તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ કરુણ ઘટનાએ સમગ્ર પંથકને ગમગીન બનાવી દીધો છે. સ્થાનિક લોકો દ્વારા જાહેર સ્થળોએ પાણી ભરાવા જેવી જોખમી પરિસ્થિતિઓ દૂર કરવા અને આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો : કચ્છમાં 15 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જતાં મોત

આ પણ વાંચો : કચ્છમાં ગાંધીધામ નજીક તળાવમાં બે યુવાનોનાં ડૂબી જતાં મોત

આ પણ વાંચો : મોરબીમાં કોઝવે ઓળંગવા જતાં પગ લપસતા બેનાં ડૂબી જતાં મોત