latest gujrat news/ ગુજરાત પર વિશ્વનો ભરોસો: દાવોસ સમિટમાં મળી મોટી સફળતા – જીતુ વાઘાણી

વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વૈશ્વિક કક્ષાએ ગુજરાત (Gujarat) ના ગવર્નન્સ મોડલ અને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ પ્રત્યે એક અતૂટ વિશ્વાસ જોવા મળ્યો છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

Top Stories Gujarat
Gujarat

Gujarat News: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-2026 અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, દાવોસ ખાતે યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-૨૦૨૬માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત (Gujarat) નું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સહભાગી બન્યું હતું.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આજે આત્મનિર્ભર બનીને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થયું છે. જેના પરિણામે આજે વિશ્વાસ, વિકાસ અને વૈશ્વિક ભાગીદારી થકી ગુજરાત (Gujarat) અગ્રેસર બન્યું છે. જે અંગે કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી સહિત સમગ્ર પ્રતિનિધિ મંડળને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Gujarat વિશ્વાસ અને વિકાસનું પ્રતિક

વધુમાં, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિશ્વભરના અગ્રણી ચેરપર્સન, CEO, રોકાણકારો અને બહુપક્ષીય સંસ્થાઓ સાથે 58 થી વધુ મહત્વપૂર્ણ બેઠકો યોજાઇ હતી. જેમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે ભારતના સૌથી વિશ્વસનીય અને પ્રગતિશીલ રાજ્ય તરીકે ગુજરાતે (Gujarat) પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.

Gujarat રાજ્યની નીતિઓમાં રહેલી સ્થિરતા અને દીર્ઘકાલીન આયોજન એ વિશ્વના રોકાણકારો માટે સૌથી મોટું આકર્ષણ બન્યું છે. આ પાંચ દિવસીય વૈશ્વિક મંચ પર ગુજરાતે મજબૂત ઔદ્યોગિક પાયા સહિત આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા આધારિત આર્થિક વિકાસનું વિઝન વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું.

સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નવું ફોકસ

વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વૈશ્વિક કક્ષાએ ગુજરાતના ગવર્નન્સ મોડલ અને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ પ્રત્યે એક અતૂટ વિશ્વાસ જોવા મળ્યો છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર વ્યાપાર ઉદ્યોગોની સાથોસાથ રમતગમત ક્ષેત્રમાં પણ વિશ્વ કક્ષાનું માળખું ઊભું કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિઝન રોકાણકારો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.


આ પણ વાંચો: SIRની મહત્વપૂર્ણ કામગીરીને ધ્યાનમાં રાખી સહકારી મંડળીઓની ચૂંટણીમાં છ મહિના મુક્તિ:જીતુ વાઘાણી

આ પણ વાંચો:SIRમાં ફોર્મ નંબર-7નો વ્યાપક રીતે દુરુપયોગ : અમિત ચાવડા

આ પણ વાંચો:SIR નો કાર્યક્રમ મતદાર યાદીને સ્વચ્છ કરવા માટેનો છેઃ સી આર પાટીલ