Not Set/ યુક્રેનના સંકટ વચ્ચે જર્મની સંરક્ષણ માટે 100 અબજ યુરો ખર્ચ કરશે,જાણો

બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વખત પોતાની સંરક્ષણ નીતિમાં મોટા ફેરફારો કરી રહ્યા છે.જર્મનીએ વિશેષ સશસ્ત્ર દળોના ફંડમાં 100 બિલિયન યુરો ખર્ચ કરવાની જાહેરાત કરી છે

Top Stories World

યુક્રેન સંકટ વચ્ચે જર્મનીએ પોતાના માટે 100 બિલિયન યુરોનું વિશેષ સંરક્ષણ ફંડ બનાવવાની જાહેરાત કરી છે. જર્મની અને યુરોપીયન દેશો બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વખત પોતાની સંરક્ષણ નીતિમાં મોટા ફેરફારો કરી રહ્યા છે.જર્મનીએ વિશેષ સશસ્ત્ર દળોના ફંડમાં 100 બિલિયન યુરો ખર્ચ કરવાની જાહેરાત કરી છે. યુક્રેન સંકટ દરમિયાન આ વિશેષ જાહેરાતમાં જર્મનીએ પણ પોતાના સંરક્ષણ ખર્ચને જીડીપીના બે ટકાથી ઉપર રાખવાનું કહ્યું છે. અમેરિકા લાંબા સમયથી આની માંગ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં યુરોપિયન સુરક્ષા નીતિમાં આ સૌથી મોટો ફેરફાર છે. એવું માનવામાં આવે છે કે તેનું કારણ રશિયા દ્વારા યુક્રેન પર હુમલો છે.

યુક્રેન કટોકટીએ યુરોપમાં હલચલ મચાવી દીધી, જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝની જાહેરાત યુક્રેનને શસ્ત્રો સપ્લાય કરવાના નિર્ણયના થોડા કલાકો પછી આવી. આ દર્શાવે છે કે યુક્રેન પર રશિયન હુમલાએ બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપની સુરક્ષા નીતિને કેવી અસર કરી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઇઝરાયલે પોતાને યુદ્ધ રોકવા પર વાતચીત માટે મધ્યસ્થી તરીકે ઓફર કરી છે. તેનું કહેવું છે કે તેના રશિયા અને યુક્રેન બંને સાથે સારા સંબંધો છે

યુક્રેન પર રશિયાના હુમલાએ આ દેશોને તેમની સંરક્ષણ નીતિ બદલવાની ફરજ પાડી છે. જર્મન ચાન્સેલરે કહ્યું છે કે 100 બિલિયન યુરોનું ફંડ હાલમાં 2022 માટે એક વખતનું હશે. આવનારા વર્ષો માટે આ જ રીતે ફંડ આપવામાં આવશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. શુલ્ટ્ઝે સ્પષ્ટ કર્યું છે કે જર્મની તેના જીડીપીના 2 ટકાથી વધુ સંરક્ષણ પાછળ ખર્ચ કરશે.