Surat News: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના વડપણ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના સરપંચશ્રીઓ, તાલુકા/જિલ્લા પંચાયત, કોર્પોરેટરશ્રીઓ તેમજ કાર્યકર્તાઓનો સાંસદ સંવાદ સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં સી.આર.પાટીલે જણાવ્યું કે, SIR નો કાર્યક્રમ એ મતદાર યાદીને સ્વચ્છ કરવા માટેનો છે. મનરેગામાંથી “જી રામજી” પુનઃનામકરણ થયું તેનો દુષ્પ્રચાર વિરોધ પક્ષ કરે છે. મનમોહનસિંહ અને સોનિયા ગાંધીના શાસનમાં નરેગા નામ આપવામાં આવ્યું. મનરેગા યોજનામાં 35 હજાર કરોડથી વધીને જી રામજી યોજનામાં 95 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે જે આશરે ત્રણ ઘણા છે.

કોંગ્રેસે માત્ર મજૂર ઉત્પન્ન કરવા માટે જ મનરેગાનો ઉપયોગ કર્યો. જી રામજી યોજનામાં જેની પાસે ટેલેન્ટ છે તે તમામ લોકોને તક મળશે અને આ યોજનાનો ફાયદો થશે. મનરેગાની 100 દિવસની ગેરંટીને વધારીને જી રામજી યોજનામાં 125 દિવસની ગેરંટી આપવામાં આવી તે માત્ર દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના શાસનમાં જ શક્ય બન્યું છે. જળ જીવન મિશન માટે વોટર હાર્વેસ્ટિંગ માટે હવે મશીનરીનો પણ ઉપયોગ કરી શકાશે. જળસંચય માટે ડાર્ક ઝોન માટે 65% રકમ જળસંચય માટે આ યોજનામાં ફાળવાઈ છે. જી રામજી યોજનામાં કોંગ્રેસીઓને રામના નામથી જ વાંધો છે માટે તે વિરોધ કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં ધુમ્રપાન રહિત જિલ્લો એ નવસારી જિલ્લો બન્યો છે. નવસારી સૌ પ્રથમ રહેવા માટે ટેવાયેલો જિલ્લો છે. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત સંસદીય મતક્ષેત્રમાંથી સૌથી વધારે 44 હજાર જેટલા ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં બે કરોડ 20 લાખ જેટલા રૂપિયા જમા કરાવવામાં આવ્યા. જેમાં, મહેન્દ્ર બ્રધર્સ દ્વારા ખૂબ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. જળસંચય થી જનભાગીદારી ઝુંબેશ નવસારી જિલ્લાથી શરૂ થઈ.અને નવસારી તેનું મોડલ બન્યું જેમાં, આજે સફર દેશ તે દિશામાં ચાલે છે. કોઈપણ ઝુંબેશ માટે સ્પર્ધા થાય તો કાર્ય માટેની ઉત્સુકતા અને પ્રથમ આવવાની જીજ્ઞાસા અવશ્ય વધશે અને સફળ થશે. શ્રી પાટીલજીએ સ્વચ્છતા માટે પણ આહવાન કર્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લાલ કિલ્લા પરથી શૌચાલય બનાવવા માટેની વાત કરી ત્યારે લોકો કહેતા હતા કે, આ કરવા વડાપ્રધાન જે લાલ કિલ્લા પરથી આવી વાત કરે. પરંતુ, તેના કારણે દેશમાં 12 કરોડ શૌચાલયો નિર્માણ પામ્યા, 60 કરોડ લોકોની બહાર શૌચાલય માટે જવાની ટેવ બદલાઈ અને તેનો ઉપયોગ કરતા થયા જેથી સ્વછતા અને સ્વસ્થતા બંનેની જાળવણી આજે શક્ય બની છે. નલ સે જલ યોજના અંતર્ગત પાણી શુદ્ધ પહોંચાડ્યું છે અને તેની ચકાસણી માટે 25 લાખ બહેનોને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે સ્વચ્છતામાં દેશમાં બીજા ક્રમે આવતું સુરત આજે પ્રથમ ક્રમાંકે છે અને તેનો જશ સુરતના સફાઈ કર્મીઓને જાય છે. જશ માત્ર શબ્દોથી નહીં બલ્કે 10 કરોડ રૂપિયા ભેગા કરીને એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા તેના વાર્ષિક વ્યાજથી સફાઈ કર્મીઓના બાળકોને અભ્યાસ માટે, વગર વ્યાજે લોન જેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં કોઈ મહાનગરપાલિકા એ સફાઈ કર્મીઓ માટે ચિંતા નથી કરી તે ચિંતા સુરત મહાનગરે કરી છે. સરકારની તમામ યોજનાઓ અને પ્રકલ્પો માટે સરપંચશ્રીઓને સહયોગ આપવા તેમજ સુરત અને નવસારી સંસદીય ક્ષેત્ર દેશમાં કોઈપણ ક્ષેત્રમાં પ્રથમ ક્રમાંકે રહે તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે સમગ્ર દેશમાં ગુજરાતને દ્વિતીય સ્થાને ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2025’ એનાયત…
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ એક્શન મોડમાં, પાંચ લાખની લીડને લઈને ચર્ચા
આ પણ વાંચો: ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્માએ આજે ફોર્મ ભર્યુ, પક્ષને મળશે નવા સુકાની
