Visavadar News/ ગોપાલ ઈટાલીયાએ અનાજ કૌભાંડનો આરોપ તો લગાવ્યો પણ આરોપી AAP નો નેતા જ નિકળ્યો

યગ્નેશ દવેએ આરોપ લગાવ્યો કે રઝાક જુસા ભાઈ પરમાર અમરેલીના આમ આદમી પાર્ટીના સહ મંત્રી છે

Top Stories Gujarat Others

Visavadar News : વિસાવદરમાં અનાજ કૌભાંડ મામલામાં નવો વળાંક આવ્યો છે. AAPના નેચા ગોપાલ ઈટાલીયાએ અનાજ કૈભાંડમાં લગાવેલા આરોપ બાદ ભાજપે તપાસમાં સામો આરોપ લગાવ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે અનાજ કૌભાંડનો આરોપી AAP નેતા છે. ભાજપે કહ્યું હતું કે અનાજ માફિયા રઝાક જુસા પરમાર AAPનો નેતા છે.ઉલ્લેખનિય છે કે વિસાવદરના અનાજ કૌભાંડ મામલે ઇટાલીયાએ આરોપો લગાવ્યા હતા અને આ આક્ષેપ બાદ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસમાં રઝાકના ઘરેથી અનાજનો જથ્થો મળ્યો હતો.

ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ હવે આરોપ લગાવ્યો છે કે ગોપાલ ઇટાલિયા ચોરને છાવરવા માટે વિરોધ કરી રહ્યા હતા. આપના નેતા રઝાક પાસેથી 3.40 લાખની કિંમતનો અનાજનો જથ્થો પકડાયો છે. તેમણે કહ્યું કે પહેલા તમારા પક્ષના નેતાને તો પકડો.મહત્વનું છે કે ગોપાલ ઇટાલીયાએ આરોપ લગાવતા તો લગાવી દીધો પણ તેમણે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.

ઇટાલિયાના આરોપ બાદ પુરવઠા વિભાગે હરકતમાં આવીને તપાસ કરી તો તપાસ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રઝાકના ઘરેથી જ અનાજનો જથ્થો મળી આવ્યો હતો અને આ મામલે આજે પુરવઠા વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે

યગ્નેશ દવેએ આરોપ લગાવ્યો કે રઝાક જુસા ભાઈ પરમાર અમરેલીના આમ આદમી પાર્ટીના સહ મંત્રી છે અને પોતાની પાર્ટીના ચોર ને છાવરવા માટે કે બચાવવા માટે વિરોધ કરવામાં આવતો હતો. પહેલા તમારા પક્ષના નેતાઓ ને પકડો પછી બીજા પર આરોપ લગાવો. તેમણે કહ્યું કે ઇન્ડી ગઠબંધન ની બેઠક થોડા સમય પહેલા થઈ જેમાં આપ અને કોંગ્રેસ સાથે હતું એટલે પહેલા તપાસ કરો અને બાદમાં બોલો ..સ્ક્રિપ્ટ આપવામાં આવતી હોય તેવું તે બોલતા હોય છે.

અનાજ કૌંભાડના આરોપ લગાવીને ગોપાલ ઇટાલીયા હવે ખુદ જ ભરાઇ ગયા છે કારણ કે આરોપી તેમની પાર્ટીનો અમરેલીનો સહમંત્રી છે. ભાજપે હવે ગોપાલ ઇટાલિયાને વળતો જવાબ આપ્યો છે અને સ્ક્રીપ્ટ આપવામાં આવતી હોય તેવું બોલતા હોવાનું જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: જો આવું ન કર્યુ તો અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોની આત્મા ભટકશે… એક શખ્સે વીડિયોમાં કર્યો ચોંકાવનારો દાવો

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં બ્લેક બોક્સમાં છેલ્લી દસ મિનિટનું રેકોર્ડિંગ જ નહી, કાવતરાની આશંકા

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના રિપોર્ટથી કઈ કઈ શંકાઓ દૂર થઈ, હજી સુધી શું જાણી શકાયું નથી?