Jamnagar News : જામનગર (Jamnagar) શહેરના પટણીવાડ વિસ્તારમાં મોડી રાત્રે એક જર્જરિત ઇમારતની છત અચાનક ધરાશાયી (Collapse)થતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. હુસૈની બાગ હોલ (Hussaini Bagh Hall)ની છત તૂટી પડતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પ્રથમ વરસાદ બાદ ઇમારતની નબળી સ્થિતિ સામે આવી અને આખરે છતનો એક ભાગ તૂટી પડ્યો હતો.
આ ઘટનામાં રાહતની વાત એ રહી કે છત ધરાશાયી (Collapse)થતાં સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. જોકે, ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક લોકોએ જોખમી અને જર્જરિત ઇમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. વરસાદી મોસમ દરમિયાન નબળી હાલતમાં આવેલી ઇમારતો વધુ જોખમી બની જતી હોવાથી તંત્ર દ્વારા સમયસર પગલાં લેવાય તેવી પણ માંગ ઉઠી છે.
હાલ સમગ્ર ઘટનાને લઈને સંબંધિત તંત્ર દ્વારા જરૂરી તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
