કેરેબિયન દેશ ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં મંગળવારે વહેલી સવારે એક નાઈટક્લબની છત ધરાશાયી થતાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા. અહેવાલો અનુસાર, આ ઘટનામાં 120થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. ઘટના અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે જેટ સેટ નાઈટક્લબમાં કાટમાળ નીચે લોકોને શોધવામાં આવી રહ્યા છે. ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડિરેક્ટર જુઆન મેન્યુઅલ મેન્ડેઝે જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે કાટમાળ નીચે દટાયેલા ઘણા લોકો હજુ પણ જીવંત છે અને જ્યાં સુધી દરેક વ્યક્તિને બચાવી લેવામાં ન આવે ત્યાં સુધી અધિકારીઓ હાર માનશે નહીં,”
મેન્ડેઝે જણાવ્યું હતું કે ઘાયલોમાં મેરેંગ્યુ ગાયક રબી પેરેઝ પણ હતા, જે નાઈટક્લબમાં પર્ફોર્મ કરી રહ્યા હતા ત્યારે છત તૂટી પડી. તેમના મેનેજર, એનરિક પૌલિનો, જેમનો શર્ટ લોહીથી લથપથ હતો, તેમણે ઘટનાસ્થળે મીડિયાને જણાવ્યું કે કોન્સર્ટ મધ્યરાત્રિના થોડા સમય પહેલા શરૂ થયો હતો, અને લગભગ એક કલાક પછી છત તૂટી પડી. તેમણે કહ્યું કે આ ઘટનામાં ગ્રુપના સેક્સોફોનિસ્ટનું મૃત્યુ થયું. મેનેજરે કહ્યું: “બધું ખૂબ જ ઝડપથી બન્યું. હું કોઈક રીતે મારી જાતને ખૂણામાં પહોંચાડવામાં સફળ રહ્યો.” પૌલિનોએ વધુમાં કહ્યું કે શરૂઆતમાં તેમને લાગ્યું કે તે ભૂકંપ હશે.
Lamentamos profundamente la tragedia ocurrida en la discoteca Jet Set. Hemos seguido el caso minuto a minuto desde que ocurrió. Todos los organismos de socorro han brindado la asistencia necesaria y están trabajando incansablemente en las labores de rescate. Nuestras oraciones…
— Luis Abinader (@luisabinader) April 8, 2025
રાષ્ટ્રપતિ લુઈસ અબિનાડેરે ‘X’ પર પોસ્ટ કર્યું કે બધી બચાવ એજન્સીઓ અસરગ્રસ્તોને મદદ કરવા માટે ‘અથાક મહેનત’ કરી રહી છે. તેમણે લખ્યું, “જેટ સેટ નાઈટક્લબમાં બનેલી ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે.” અકસ્માત પછી, અમે મિનિટે મિનિટે તેનાથી સંબંધિત માહિતી એકત્રિત કરી રહ્યા છીએ. અબિનાદર પણ અકસ્માત સ્થળે પહોંચ્યા અને ત્યાં પોતાના પ્રિયજનોને શોધી રહેલા લોકોને ગળે લગાવ્યા. જોકે, તેમણે મીડિયાના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું. નાઈટક્લબની છત પડવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ-1ની છત ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, 4 ઘાયલ
આ પણ વાંચો:ઉત્તરી પાકિસ્તાનમાં ઇમારતની છત ધરાશાયી થતાં 9 લોકોનાં મોત
આ પણ વાંચો:દિલ્હીમાં ઈમારતની છત ધરાશાયી થતાં પાંચ લોકો ઘાયલ,4 લોકો દટાયા હોવાની આશંકા

