Not Set/ વેરાવળ/ ઝાડ પર ચડેલા યુવકને કરંટ લાગતા થયું મોત

ગીર સોમનાથમાં આવેલા વેરાવળમાં યુવકને કરંટ લાગતા મોત થયું છે.બકરા માટે ઝાડ પર પાન લેવા યુવક ચડ્યો હતો તે સમયે યુવકને કરંટ લાગતા મોત થયું હતું. આ યુવક 2 કલાક સુધી ઝાડ પર લટકતો રહ્યો હતો. મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે એક યુવક બકરા માટે પાન તોડવા માટે ઝાડ પર ચડ્યો હતો. 60 ફૂટ […]

Gujarat Others

ગીર સોમનાથમાં આવેલા વેરાવળમાં યુવકને કરંટ લાગતા મોત થયું છે.બકરા માટે ઝાડ પર પાન લેવા યુવક ચડ્યો હતો તે સમયે યુવકને કરંટ લાગતા મોત થયું હતું. આ યુવક 2 કલાક સુધી ઝાડ પર લટકતો રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે એક યુવક બકરા માટે પાન તોડવા માટે ઝાડ પર ચડ્યો હતો. 60 ફૂટ રોડ પર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાસે ઘટના બની હતી. 66 કે.વી ઇલે. લાઇનના વીજ વાયરનો કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થયું હતું. બે કલાકથી યુવક ઝાડ પર લટકતો રહ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.