Not Set/ જામનગરમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉન, વસ્તીની દ્રષ્ટીએ સંક્રમણમાં પહોંચ્યું રાજ્યમાં બીજા સ્થાને…

રાજાશાહી નગરી જામનગરને કોરોનાએ હચમચાવી દીધી છે અને કોરોનાનું સંક્રમણ એટલુ તો વધી ગયુ છે કે, લોકો દ્વારા જામનગરમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, વસ્તીની દ્વષ્ટીએ જો જોવામાં આવે તો જામનગર ગુજરાતનું અમદાવાદ પછીનું બીજુ એવી શહેર છે જ્યાં કોરોનાનાં સૌથી વધુ કેસ છે અને વધી […]

Gujarat Others

રાજાશાહી નગરી જામનગરને કોરોનાએ હચમચાવી દીધી છે અને કોરોનાનું સંક્રમણ એટલુ તો વધી ગયુ છે કે, લોકો દ્વારા જામનગરમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, વસ્તીની દ્વષ્ટીએ જો જોવામાં આવે તો જામનગર ગુજરાતનું અમદાવાદ પછીનું બીજુ એવી શહેર છે જ્યાં કોરોનાનાં સૌથી વધુ કેસ છે અને વધી રહ્યા છે. 

કોરોનાનું સંક્રમણ વકરતા ફરી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું લાંબા લોકડાઉન બાદ આ પહેલુ ઉદાહરણ ગુજરાતમાં સામે આવ્યું છે. જામનગરમાં સોની બજાર, ચાંદી બજારમાં આજથી લોકડાઉન જોવામાં આવશે. સાથે સાથે મતવા શેરી, શીતળા શેરીમાં આજથી લોકડાઉન રહેશે, તો બુગદા વિસ્તારમાં પણ આજથી લોકડાઉન રહેશે. જો કે, આ શહેરમાં આંશીક લોકડાઉન કહી શકાય અને જ્યાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે વિસ્તારોને હાલ લોકડાઉન કરવામાં આવ્યા છે.

લોકો – પ્રશાસન અને તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, જો આ જ ઝડ઼પે જામનગરમાં કોરોનાનાં કેસ વધતા રહ્યા તો ફરી જામનગરને સંપૂર્ણ લોક કરવાનો વારો પણ આવી શકે છે. માટે જ ચેતીજજો કોરોનાનો કહેર હજુ પણ માથે મંડરાઇ રહ્યો છે અને કોરોના છે ચાલ્યો ગયો નથી. ડર નહી સજાગતાથી કોરોનાને માત આપી શકાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews