Not Set/ કેવી રહેશે આપની 25/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 25 જૂન 2020, ગુરૂવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  જાહેરક્ષેત્રે જોડાવાનું થશે. જાહેર ક્ષેત્રે પ્રવચન આપવાનું પણ શક્ય […]

Uncategorized

દૈનિક રાશિભવિષ્ય (તા. 25 જૂન 2020, ગુરૂવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,લ,ઈ) –  જાહેરક્ષેત્રે જોડાવાનું થશે. જાહેર ક્ષેત્રે પ્રવચન આપવાનું પણ શક્ય બને. ઈલેક્ટ્રોનિક માધ્યમથી અનેક લોકો સાથે જોડાવાનું શક્ય બનશે. સરકારી કાર્યો સાથે પણ જોડાવાનું થાય. નાના-મોટા પ્રવાસની શક્યતા પણ રચાયેલી છે. માતા સંબંધી અથવા ઘર સંબંધી વિચારો વધુ પ્રબળ બનતા જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) –  પરિવારમાં ધન સંબંધી વાતો વધુ પ્રબળ બનશે. તમારા ઘરનો કોઈ પ્રશ્ન હશે તો તે સંબંધે પણ ચર્ચા થશે. દાંત અથવા જીભની કોઈપણ પ્રકારની બિમારી હોય તો તમારે સાચવવાનું રહેશે. તમારા સંબંધો તમારે સાચવવા પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – ધન ખર્ચ વધુ થશે. આવક અને જાવકનો હિસાબ મેળવવો તમારા માટે થોડો વધુ અઘરો થઈ પડે. વેપારમાં તમારે વિશેષ સાચવવાનું રહેશે. જો તમે બાંધકામક્ષેત્રે જોડાયેલા હશો તો હમણાં તમારે સંયમ રાખવાનો રહેશે. બપોર પછી તમારા માટે ધનપ્રાપ્તિના અવસરો રચાય તેવું દેખાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) – નોકરીમાં પરદેશના કાર્યો થવાની શક્યતા છે. જો તમે પરદેશના કાર્યો સાથે ન જોડાયેલા હોવ તો તમારે બીજા રાજ્યોમાંથી કે બીજા શહેરમાં આવક મેળવવાના સ્રોત શોધવામાં સરળતા રહેશે. સાસુ સાથે પ્રમાણમાં શાંતી રાખવી કારણ કે નાના-મોટા મતભેદ મોટી ખાઈમાં ન પરિણમે તેની સાવધાની રાખવી પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –  તમારે તમારી વાત ખૂબ શાંતિથી રજૂ કરવી. તમે સૈદ્ધાંતિક રીતે સાચા હશો તો પણ તમારો ગુસ્સો તમને ખોટા ઠેરવી દેશે માટે વિવેક રાખજો. આરોગ્યમાં સાવધાની રાખજો. કૌટુંબિક લાભ થોડો ગૂંચવાતો જણાય છે. બપોર પછી ગુસ્સાનું પ્રમાણ થોડું વધતું જણાય છે માટે સાવધાન.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –  સંતાન સાથે નાની બાબતમાં મોટું સ્વરૂપ ન પકડાઈ જાય તેની સાવધાની રાખવાની રહેશે. નોકરીમાં લાભ મળવાની શક્યતા છે પણ તમને ધાર્યું ન પણ મળે. જે મળે તેમાં થોડો સંતોષ માનીને આગળ વધશો તો માર્ગ મોકળો થશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) – આવતીકાલથી તમારી પરિસ્થિતિ થોડી વધુ સુગમ બનતી જણાય છે. આજનો દિવસ શાંતીથી પસાર કરી લેજો. વેપારવૃદ્ધિના યોગ રચાયા છે પણ કોઈ નવા કરાર કરવાના હોય તો હમણાં થોડા થોભી જજો. એક પરિવર્તનયોગ તમને નોકરીમાં વિશેષ ફળ આપી જાય તેવું પણ બને.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – આજના દિવસની શરૂઆત થોડી નબળી થઈ શકે છે. સવારના તમારું મન થોડું વધુ વિચારમાં મગ્ન રહે. જુદી જુદી મુશ્કેલી પ્રત્યે તમે થોડા વધુ ચીતિંત રહો પણ જેમ જેમ દિવસ વીતતો જશે તેમ તેમ તમારી પ્રસન્નતામાં ઉમેરો થતો જશે. આજે દિવસ પૂર્ણ થતાં થતાં તમે વધુ આનંદમાં આવી જશો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –  ક્યાંક કોઈ જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો હમણાં થોડી મુશ્કેલી નડ્યા કરશે. વેપાર સંબંધી તમને લાભ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે આજે જુદા જુદા કાર્યોમાં સહકાર મળી શકે છે. સરકારી લાભ મળી શકે છે. કોઈ પિતાતુલ્ય વ્યક્તિ તમારી મદદે આવી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –   આવતીકાલથી તમારા માટે વિશેષ સાનુકૂળ દિવસો શરૂ થશે. મિત્રોથી અને વડીલોથી તમને લાભ મળતો જણાશે. તમારા જમીન-મકાનના કાર્યો વધુ સરળ થશે. તમને મળવાપાત્ર લાભ મેળવવામાં તમારે હવે વધુ મહેનત નહીં કરવી પડે ધીમે ધીમે બધુ સરળ થશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –  કોઈ વૃદ્ધ સ્ત્રી જાતક દ્વારા તમને લાભ મળતો જણાય છે. રાજનીતિ સાથે જો તમે જોડાયેલા હશો તો વૃદ્ધ અને પીઢ રાજનીતિજ્ઞ દ્વારા તમને વિશેષ લાભ મળશે. બપોર પછી સંતાન દ્વારા કોઈ શુભસમાચાર મળવાની શક્યતા રચાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) – આજનો દિવસ પણ પ્રમાણમાં શુભ વિતશે પણ નોકરીમાં કે અન્ય વેપારમાં તમને ચઢતી-પડતીનો અનુભવ થયે રાખ્યે. જુદા જુદા મુદ્દા ઉપર તમને ચિંતા પણ થાય. તમારા અધિકારીની તબિયત સ્હેજ બગડતી જણાય છે તમારે સાવધાન રહેવું વધારે આવશ્યક છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  આજે સરસ્વતી વંદના કરજો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.