Not Set/ આણંદ : બસ અને કાર ધડાકાભેર અથડાતા આગમાં બંને વાહનો બળીને ખાખ

આણંદના જનતા કરમસદ ઓવરબ્રિજ ઉપર કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કાર અને લક્ઝરી બસમાં આગ લાગી હતી. આગ જોતજોતામાં બંને વાહનોમાં પ્રસરી જતાં બંને વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. અકસ્માતની ઘટનામાં કાર ચાલક કારમાં જ બળીને ભડથું થઇ ગયો હતો. સાથે સાથે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ […]

Top Stories Gujarat Others

આણંદના જનતા કરમસદ ઓવરબ્રિજ ઉપર કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કાર અને લક્ઝરી બસમાં આગ લાગી હતી.

mantavyanews.com

આગ જોતજોતામાં બંને વાહનોમાં પ્રસરી જતાં બંને વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. અકસ્માતની ઘટનામાં કાર ચાલક કારમાં જ બળીને ભડથું થઇ ગયો હતો.

સાથે સાથે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર આવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શનિવારે રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠાં થઇ ગયા હતા.

mantavyanews.com

સીએનજી કાર અને લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતના પગલે બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. મળતી માહિતી મુજબ, કાર અને બસ સામસામે ધડાકાભેર અથડાતા આગ લાગી હતી.