Not Set/ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર અમેરિકન મહિલાએ લગાવ્યો રેપનો આરોપ

પોર્ટુગલના વિશ્વવિખ્યાત સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઉપર એક અમેરિકન મહિલાએ રેપનો આરોપ લગાવ્યો છે. મહિલાના કહેવા પ્રમાણે રોનાલ્ડોએ તેની સાથે વર્ષ 2009માં રેપ કર્યો હતો. આ મહિલાનું નિવેદન જર્મન મેગેઝીનમાં હાલમાં છાપવામાં આવ્યું છે. તો બીજી તરફ રોનાલ્ડોના વકીલે આ આરોપને જુઠ્ઠા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે રોનાલ્ડો પર આવી  ખોટી  ખબર છાપવા બદલ […]

Top Stories Trending Sports

પોર્ટુગલના વિશ્વવિખ્યાત સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઉપર એક અમેરિકન મહિલાએ રેપનો આરોપ લગાવ્યો છે. મહિલાના કહેવા પ્રમાણે રોનાલ્ડોએ તેની સાથે વર્ષ 2009માં રેપ કર્યો હતો.

મહિલાનું નિવેદન જર્મન મેગેઝીનમાં હાલમાં છાપવામાં આવ્યું છે. તો બીજી તરફ રોનાલ્ડોના વકીલે આ આરોપને જુઠ્ઠા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે રોનાલ્ડો પર આવી  ખોટી  ખબર છાપવા બદલ તે મેગેઝીન પર કેસ કરશે.

મેગેઝિનમાં લખાણ પ્રમાણે આ રેપ વર્ષ 2009માં લાસ વેગાસની એક હોટલના રૂમમાં થયો હતો. મેગેઝિને આ નિવેદન પીડિત મહિલાના વકિલ તરફથી છાપવામાં આવ્યું છે. મેગેઝિનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, ત્યારબાદ માયોર્ગા અને રોનાલ્ડોએ કોર્ટની બહારના મુદ્દાને ઉકેલ્યો છે. એના માટે રોનાલ્ડોએ તેને આશરે  $3,75,000 જેટલી રકમ આપી હતી. તેમણે વાયદો કર્યો હતો કે તેઓ આ અંગે ફરી ક્યારે વાત નહીં કરે.

તમને જણાવી દઈએ કે રોનાલ્ડો દુનિયાના સૌથી જાણીતા ખેલાડી છે. તેઓ પાંચ વખત પ્લેયર ઓફ ધ યર રહી ચુક્યા છે. આ વર્ષે તેમણે રિયાલ મેડ્રિડથી જુવેન્ટસમાં 100 મિલિયન યુરોનો કરાર સાથે ટ્રાન્સફર લીધો છે. તેઓ હાલ  ઇટલીના આ ક્લબમાં મેગેઝિન દ્વારા છાપવામાં આવેલા સમાચારને લઇને પોતાનું નિવેદન આપવનો ઇન્કાર કર્યો છે.