Chandipura Virus/ ચાંદીપુરા વાઇરસ પહેલા મોત પછી તકેદારી રખાત તો બાકીનાના જીવ બચ્યા હોત

હાલમાં આખા ગુજરાતમાં ચાંદીપુરા તોબાતોબા પોકરાવી રહ્યો છે. ચાંદીપુરાથી પહેલું મોત પહેલી જુલાઈના રોજ વડોદરામાં થયું હતું. તેના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા.તેનો રિપોર્ટ આવવામાં 17 દિવસ આવ્યા હતા. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો સર્જાયા છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: હાલમાં આખા ગુજરાતમાં ચાંદીપુરા તોબાતોબા પોકરાવી રહ્યો છે. ચાંદીપુરાથી પહેલું મોત પહેલી જુલાઈના રોજ વડોદરામાં થયું હતું. તેના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા.તેનો રિપોર્ટ આવવામાં 17 દિવસ આવ્યા હતા. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો સર્જાયા છે.

સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાઇરસથી રાજ્યમાં પ્રથમ મોત વડોદરામાં 1 જુલાઈના રોજ થયું હતું. આ શંકાસ્પદ બાળકના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. જોકે, સેમ્પલ મોકલ્યાના 17 દિવસ બાદ તેનો પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા થયા છે. આ અંગે આરોગ્ય વિભાગને પહેલાંથી જ જાણ હતી તો આટલા દિવસ બાદ શા માટે જાહેર કર્યું?

જો આ બાળકના મોત બાદ તંત્ર જાગ્યું હોત તો હાલ રાજ્યમાં 15 બાળકોના મોત થયા છે તેમનો જીવ બચાવી શક્યા હોત. ત્યારે વિકસિત ગુજરાતની મોટી મોટી વાતો કરતું રાજ્ય સરકાર કોરોનામાંથી પણ કઈ ન શીખ્યું હોય તેમ એક ગરીબ ઘરના વહાલસોયાને છીનવી લેનાર ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ 17 દિવસે આપે છે તે ખુબ જ મોટી શમર જનક બાબત છે.

1 જુલાઈના બાળકના મોતનો 17 દિવસે રિપોર્ટ આવ્યો
ગુજરાતમાં પ્રથમ મોત વડોદરાના સાવલી તાલુકાના મણીપુર ગામના ટેકરા ફળિયામાં રહેતા વિષ્ણુ કનુભાઈ ચુનારા(ઉ. વ. 6)ને તારીખ 30 જુનના રોજ ખેંચ આવતા તેને પ્રથમ સારવાર અર્થે સાવલી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 1 જુલાઈના રોજ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યાર બાદ તેના સેમ્પલ પુણે ખાતે મોકલવામાં આવ્યા હતા અને આજે 17 દિવસ બાદ તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તે બાળકને ચાંદીપુરા વાઈરસથી પોઝિટિવ દર્શાવવામાં આવ્યો છે. આ સાથે અન્ય બે સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો હજુ છ રિપોર્ટ આવવાના બાકી છે.

મહત્વની બાબત એ છે કે, સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનારા ચાંદીપુરા વાઇરસના કહેર વચ્ચે ટપોટપ બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે આટલી ગંભીર બેદરકારી શા માટે? શા માટે આ સેમ્પલના રિપોર્ટ વહેલા આપવામાં નથી આવતા અને આજ દિન સુધી સયાજી હોસ્પિટલ દ્વારા શા માટે સેમ્પલ મોકલાયા હોવાની વિગતો છુપાવવામાં આવી? તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોના હિતાર્થે રૂ.50કરોડની જોગવાઈ સાથે વધુ એક નવી યોજના અમલમાં મૂકાઈ

આ પણ વાંચો: જૂનાગઢમાં તંત્રએ આપ્યું એલર્ટ; પોરબંદર, દ્વારકામાં વરસાદે વિનાશ વેર્યો