Ahmedabad News : અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ફતેવાડી કેનાલમાંથી 8 વર્ષની બાળકીનો મૃતદેહ (Girl Dead Body) મળી આવતા ચકચાર મચી ગઈ છે. બાવળાના ઢેઢાળ ગામ નજીક કેનાલ (Girl Dead Body)ના પાણીમાં બાળકીનો મૃતદેહ તણાતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. ત્યારબાદ ગ્રામજનોએ ભારે જહેમત કરીને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.
કેનાલમાં બાળકીનો મૃતદેહ મળ્યો
પ્રાથમિક માહિતી પ્રમાણે, ઢેઢાળ ગામ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલમાં બાળકીનો મૃતદેહ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તરત જ ઘટનાની જાણ પોલીસ અને સંબંધિત તંત્રને કરી હતી. ઘટનાની જાણ થતાં બાવળા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લીધો હતો.
બાળકીની ઓળખ શારદા કન્યા ડાવર તરીકે
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બાળકીની ઓળખ શારદા કન્યા ડાવર (Sharda Kanya Davar)તરીકે થઈ છે. તેની ઉંમર આશરે 8 વર્ષની ((8 Year Old Girl)હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ બાળકી લોદરિયાલ ગામ નજીક કેનાલમાં પડી ગઈ હોવાની માહિતી પોલીસને મળી છે.
મળતી માહિતી પ્રમાણે બાળકીનો પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર હાલ રજોડા વિસ્તારમાં ખાનગી નોકરી કરીને જીવન ગુજારે છે અને લોદરિયાલ ગામમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે.
બાવળા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ
ઘટના બાદ બાળકીના મૃતદેહને બાવળા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તબીબો દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણવા મળી શકે છે.
અકસ્માત કે અન્ય કોઈ કારણ? પોલીસ તપાસ શરૂ
બાળકી કેનાલ સુધી કેવી રીતે પહોંચી અને તેનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. પ્રાથમિક રીતે બાળકી કેનાલમાં પડી ગઈ હોવાની માહિતી સામે આવી છે, જોકે પોલીસ તમામ પાસાંની તપાસ કરી રહી છે.
બાવળા પોલીસ દ્વારા અકસ્માત સહિતની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકી કેનાલમાં કેવી રીતે પહોંચી, ઘટનાસ્થળના સંજોગો શું હતા અને મોતનું ચોક્કસ કારણ શું છે તે અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
