વિશ્વકપમાં આજે ઈંગ્લેન્ડની ટક્કર અફઘાનિસ્તાન સાથે થવાની છે. અફઘાનિસ્તાનની ટીમ આજે આ ખાસ મેચ ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં હોસ્ટ ઈંગ્લેન્ડ સામે જીતનાં ઈરાદે મેદાને ઉતરશે. ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાનની ટીમે અત્યાર સુધીમાં એક પણ જીત મેળવી નથી. વળી બીજી તરફ હોસ્ટ ટીમ પોતાના વિજય ક્રમને બનાવી રાખવા મેદાને ઉતરશે. જો કે ઈંગ્લેન્ડ માટે ચિંતા ઓછી રહેશે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઓપનિંગ એટ્સમેન જેસન રોયનાં સ્નાયુમાં ખેચાવનાં કારણે ટીમથી બહાર છે તો બીજી તરફ નિયમિત કેપ્ટન ઇયોન મોર્ગનની ફીટનેસ પર નિર્ણય આવતા 24 કલાકોમાં લેવામાં આવશે.
Can 🇦🇫 get off the mark against the hosts today?#ENGvAFG | #CWC19 pic.twitter.com/GBM0CdyAuC
— ICC Cricket World Cup (@cricketworldcup) June 18, 2019
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
ઈંગ્લેન્ડના આ બંન્ને બેટ્સમેન વેસ્ટ ઈંન્ડિઝની વિરુદ્ધ રમાઇ ગયેલી મેચમાં ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. જેસન રોય આ મેતમાં બેટિંગ કરવા પણ ઉતરી શક્યો નહતો. તેના સ્થાને જો રૂટે જોની બેયરસ્ટોની સાથે ઈંનિગ્સની શરૂઆત કરી હતી રોયનાં સ્થાને જેમ્સ વિંસેનું ટીમમાં આવવાનું નક્કી માનવામા આવી રહ્યુ છે. વળી બીજી તરફ ઈયોન મોર્ગનને લઇને પણ ટીમમાં ચિંતાનાં વાદળો છવાયેલા છે. ત્યારે જો મોર્ગન ઈજાનાં કારણે આ મેચમાં રમી શકતો નથી ત્યારે મધ્ય ક્રમમાં કોણ તેની જગ્યા લઇ શકે તે એક મોટો સવાલ છે. જો આવુ થાય છે તો બેયરસ્ટો, રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર પર ટીમનો ભાર રહેશે. મોર્ગનનાં આ મેચમાં ન રમતા મોઇન અલીને આ મેચમાં સ્થાન મળી શકે છે. તે બેટિંગ અને પોતાની સ્પિન બોલિંગથી અફઘાનિસ્તાની ટીમને હેરાન કરી શકે છે.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
ઈંગ્લેન્ડ કોઇ પણ ભોગે અફઘાનિસ્તાનને સસ્તામાં લેશે નહી. જો કે અફઘાનિસ્તાન તે રીતની ક્રિકેટ હજુ સુધી રમી નથી જે રીતની રમત માટે તે જાણીતુ છે. પરંતુ ઈંગ્લેન્ડની નબળાઇ સ્પિન છે અને અહી અફઘાનિસ્તાનની પાસે રાશિદ ખાન, મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહેમાન જેવા ટોપ ક્લાસ સ્પિનરો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
