Gandhinagar News: રાજ્યના જે ખેડૂતો (Farmers) પોતાના ખેતરમાં વરસાદના પાણીનો સંપૂર્ણપણે ઉપયોગ કરવા માંગતા હોય તેવા ખેડૂતો માટે રાજ્ય સરકારે જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઓનલાઈન ડ્રો કરીને વિવિધ જિલ્લાના 185 જેટલા ખેડૂતો (Farmers)ને લાભાવિન્ત કર્યા હતાં.
આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ના “પર ડ્રોપ મોર ક્રોપ”ના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના માર્ગદર્શનમાં રાજ્યભરમાં સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના ખેડૂતો (Farmers) વરસાદનું પાણી વેડફાઈ ન જાય અને આ પાણીનો સંપૂર્ણ ઉપયોગ સિંચાઈની સુવિધા માટે કરી શકે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા ખેત-તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવે છે. જેનો રાજ્યના 13 જિલ્લાના 40 તાલુકાઓના 185 ખેડૂતો (Farmers) ને લાભ આપવા માટે આજે પારદર્શી રીતે ઓનલાઈન ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવી છે.

100 કરોડ લીટર વરસાદી પાણી સંગ્રહ તરફ રાજ્યનું મોટું પગલું
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો (Farmers)ને આ યોજનાનો લાભ આપવા માટે તા.17 સપ્ટેમ્બર થી તા.10 ઓક્ટોબર 2025 દરમિયાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં કુલ 231 અરજીઓ મળી હતી. આ અરજીઓની ચકાસણી કરતા 185 અરજીઓ મંજૂર કરીને ખેડૂતો (Farmers) ને લાભ આપવામાં આવ્યો છે. આ યોજનાથી આશરે 100 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે જેના થકી 100 હેકટર વિસ્તારને વરસાદી પાણીથી સિંચાઈનો લાભ થશે. આ ઉપરાંત ભૂગર્ભ જળનું વપરાશ ઘટતાં આ વિસ્તારોમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થશે.
