Entertainment News: ઇન્ડિયન આઇડલ સિઝન 3 (Indian Idol Season 3)ના વિજેતા બનેલા અને ઘર-ઘરમાં મશહૂર થયેલા સિંગર તથા એક્ટર પ્રશાંત તમાંગ (Prashant Tamang)નું 11 જાન્યુઆરી, રવિવારના રોજ અચાનક નિધન થવાથી મનોરંજન વિશ્વમાં આઘાત વ્યાપી ગયો છે! ગઇકાલે આ પ્રતિભાવાન ગાયક અને અભિનેતા (Singer & Actor)એ આખરી શ્વાસ લીધા હતા અને એનું મૃત્યુ પ્રાકૃતિક (Natural Death)હોવાની પુષ્ટિ આ દિવંગત સિંગરની શોકાકુલ પત્ની ગીતા થાપા દ્વારા કરવામાં આવી છે. તેણે જણાવ્યું હતુ કે પ્રશાંત નિદ્રાધીન અવસ્થામાં જ મૃત્યુ પામ્યો હતો! પ્રશાંત તમાંગ (Prashant Tamang)ના પરિવારમાં એની પત્ની અને પુત્રીનો સમાવેશ થાય છે.
પ્રશાંત તમાંગનો પ્રેમાળ નાનો પરિવાર
પરિવારની વાત કરીએ તો, પ્રશાંત તમાંગ (Prashant Tamang) કેવળ 43 વર્ષની વયે પોતાની પાછળ ધર્મપત્ની ગીતા થાપા (Geeta Thapa) અને નાની દીકરી આરિયાહને છોડી ગયા છે. તેમના કુટુંબમાં તેમની દાદી અને બહેન પણ સામેલ છે. પ્રશાંત સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની દીકરી અને પત્ની સાથેના પળોના ફોટા અને વિડિયો શેર કરતા રહેતા હતા, જે પરથી તેમના પરિવાર પ્રત્યેનો ઊંડો પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો. આજે એ જ તસવીરો તેમના ચાહકો માટે ભાવુક યાદોમાં ફેરવાઈ ગઈ છે.

અગાઉ નેપાળ પોલીસ ફોર્સમાં સેવા આપેલી
પ્રશાંત (Prashant Tamang)નું નામ કેવળ ગાયકી સુધી સીમિત ન હતું. અગાઉ તેઓ નેપાળ પોલીસ ફોર્સ (Nepal Police Force)માં પોતાની સેવાઓ પણ આપી ચૂક્યા હતા. ત્યારબાદ નસીબ એમને અલગ મોડ પર લઇ ગયું અને સંગીત (Music)ના ક્ષેત્રનો નવો માર્ગ એમણે પસંદ કર્યો. ઇન્ડિયન આઇડલ 3 જીત્યા બાદ તેમણે નેપાળી તથા હિન્દી ભાષામાં અનેક લોકપ્રિય ગીતો ગાવા ઉપરાંત, અભિનયમાં પણ તેમણે પોતાની ઓળખ બનાવી હતી તથા ઓટીટી પ્લેટફોર્મ પરની વેબ સિરીઝ ‘પાતાલ લોક’ (Patal Lok)માં સ્નાઇપરની ભૂમિકામાં ઘણી પ્રશંસા મેળવી હતી.
પ્રશાંત તમાંગની પત્નીનું નામ ગીતા થાપા (Geeta Thapa) છે. તાજેતરમાં તેમનું અચાનક નિધન થયા બાદ તેમને અને તેમની નાની દીકરી આરિયાહને પાછળ છોડી દીધા છે.

પ્રશાંત તમાંગ (Prashant Tamang)ના અચાનક આવસાનથી પત્ની ભાવુક
મીડિયા સાથે વાતચીત કરતા પ્રશાંત તમાંગ (Prashant Tamang)ની પત્નીએ દુનિયાભરમાંથી એને મળી રહેલી સંવેદના પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મને આખી દુનિયામાંથી ફોન કોલ્સ આવી રહ્યાં છે. જે લોકોને હું જાણું છું અથવા નથી જાણતી, મને ફૂલ મળી રહ્યાં છે. મારા ઘરની બહાર લોકો ઊભા છે, આખરી ઝલક મેળવવા માટે લોકો હોસ્પિટલ આવ્યા છે. આ મારા માટે ખરેખર અત્યંત ભાવુક કરતી ક્ષણ છે અને કૃપા કરીને એમને એ જ રીતે પ્રેમ કરજો જે પહેલા કર્યો હતો! એ એક મહાન આત્મા હતા, એ એક સારા માણસ હતા. મને આશા છે કે તમે એમને આ જ રીતે યાદ રાખશો.”
સિંગર-અભિનેતાના અચાનક મોતનો ખુલાસો
પ્રશાંતના અચાનક મૃત્યુ વિશે ચાલી રહેલી તમામ અટકળોને ફગાવતા તેની પત્નીએ જણાવ્યું હતું કે, “એ કોઈ શંકાસ્પદ પરિસ્થિતિમાં નહિં પરંતુ એક નેચરલ ડેથ (Natural Death) હતી. જ્યારે એમણે અંતિમ વિદાય લીધી ત્યારે એ ઊંઘી રહ્યા હતાય એ વખતે હું એમની પડખે જ હતી.”
