World News/ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી કેમ ચર્ચામાં આવ્યા….

વેનેઝુએલાની સેના મુખ્યત્વે રશિયા, ચીન અને ઈરાન પાસેથી શસ્ત્રો ખરીદે છે. અમેરિકાએ 2006 થી વેનેઝુએલાને શસ્ત્રોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે, તેના પર આતંકવાદ વિરોધી પ્રયાસોમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે.

World Trending
વેનેઝુએલા

ટ્રમ્પે વેનેઝુએલાની સરકારને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump )  વેનેઝુએલા દેશની માદુરો સરકારને વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરી છે (વેનેઝુએલા એ દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ છે). અને ખનીજોના ટેન્કરોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશ આપ્યા છે. તમને જણાવી દઈએ  કે પહેલા પણ અમેરિકાએ વેનેઝુએલાનું ટેન્કર જપ્ત કર્યું હતું.

હવે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ વેનેઝુએલાની સરકારને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ટ્રમ્પે કેરેબિયન સમુદ્રમાં દેશના ખનીજ ભરેલા ટેન્કરોની અવરજવર પર પણ રોક લગાવી દીધી છે. આ કારણે વેનેઝુએલા દેશના ખનીજ તેલ ટેન્કરોની અવરજવર લગભગ બંધ થઈ જશે.

Trump preparing to attack Venezuela

ટ્રમ્પે સોસિયલ મીડિયામાં પોસ્ટ કરી જાહેરાત કરી

હવે ટ્રમ્પની આ જાહેરાતથી બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર ઉશ્કેરણીજનક જાહેરાત કરતા લખ્યું કે, “અમારી સંપત્તિની ચોરી અને આતંકવાદ, ડ્રગ હેરફેર અને માનવ તસ્કરી સહિતના અનેક અન્ય કારણોને કારણે, વેનેઝુએલાની સરકારને વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવી છે. તેથી, આજે હું વેનેઝુએલામાં આવતા અને જતા તમામ પ્રતિબંધિત તેલ ટેન્કરોની સંપૂર્ણ નાકાબંધીનો આદેશ આપી રહ્યો છું.”

આ સાથે જ વધુમાં ટ્રમ્પે એ પણ લખ્યું કે દક્ષિણ અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા યુદ્ધ જહાજોના કાફલાએ વેનેઝુએલા સંપૂર્ણપણે ઘેરી લીધું છે. તેમને એવો ફટકો પડશે. જે તેમણે પહેલાં ક્યારેય જોયો નહીં હોય, સિવાય કે તેઓ અમારી પાસેથી ચોરી કરેલું તેલ, જમીન અને અન્ય સંપત્તિ યુનાઇટેડ સ્ટેટ્સને પરત કરે.”

વેનેઝુએલાએ અન્ય દેશો પાસે માંગી મદદ

વેનેઝુએલાની સેના મુખ્યત્વે રશિયા, ચીન અને ઈરાન પાસેથી શસ્ત્રો ખરીદે છે. અમેરિકાએ 2006 થી વેનેઝુએલાને શસ્ત્રોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે, તેના પર આતંકવાદ વિરોધી પ્રયાસોમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેથી રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની સરકાર આ ત્રણ દેશો પર નિર્ભર છે. કેરેબિયનમાં અમેરિકી નૌકાદળની તૈનાતીને કારણે ઉભી થયેલી તણાવ વચ્ચે વેનેઝુએલાએ આ દેશો પાસેથી વધુ મદદ માંગી છે.હવે જોવાનુંએ રહ્યું કે આ દેશો વેનેઝુએલની આશા પ્રમાણે મદદ કરશે કે નહિ ??