Not Set/ #Pakistan : કરાચીમાં ચીની દૂતાવાસની બહાર થયો આતંકીઓ હુમલો, ૩ હુમલાવરોને કરાયા ઠાર

કરાચી, આતંકીવાદીઓના સેફ હેવન કહેવાતા પાકિસ્તાનના કરાચી સ્થિત ચીનની એમ્બેસીની બહાર આતંકી હુમલો થયો હોવાની માહિતી સામે આવી છે. #UPDATE Two policemen killed in firing near Chinese Consulate in Karachi's Clifton area: Geo News #Pakistan https://t.co/DNwHML692b — ANI (@ANI) November 23, 2018 મળતી માહિતી મુજબ, શુક્રવાર સવારે કેટલાક અજાણ્યા હુમલાવરોએ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો અને […]

Top Stories World Trending

કરાચી,

આતંકીવાદીઓના સેફ હેવન કહેવાતા પાકિસ્તાનના કરાચી સ્થિત ચીનની એમ્બેસીની બહાર આતંકી હુમલો થયો હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, શુક્રવાર સવારે કેટલાક અજાણ્યા હુમલાવરોએ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો અને ફાયરિંગ પણ કર્યું હતું. આ ઘટનામાં પાકિસ્તાન પોલીસના બે કર્મીઓના મોત થયા છે, જયારે ૩ હુમલાવરને ઠાર કરવામાં આવ્યા છે.

આ ઘટનાના એક સાક્ષીએ કહ્યું હતું કે, “શુક્રવાર સવારે અંદાજે ૯.૩૦ વાગ્યે કેટલાક લોકો હાથમાં હેન્ડ ગ્રેનેડ અને હથિયાર લઈને દૂતાવાસની બહાર ફાયરિંગ કરી રહ્યા હતા. આ લોકો ચીની એમ્બેસીમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા”.

આ બ્લાસ્ટ કરાચીના ક્લિફ્ટોન વિસ્તારમાં થયો છે અને તેને રેડ ઝોન કહેવામાં આવ્યો છે.

બીજી બાજુ આ આતંકી હુમલા બાદ પાકિસ્તાન રેન્જર્સ અને કરાચી પોલીસના જવાનો દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, આ બ્લાસ્ટમાં ૩ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.