china news/ હિમાલયમાં ચીનનો રહસ્યમય મહાબંધ: વૈજ્ઞાનિકો કેમ ચિંતિત છે? ભારત માટે ખતરો કેટલો?

ચીનએ હજી સુધી તેની સંપૂર્ણ ડિઝાઇન જાહેર કરી નથી.

World
ચીન દુનિયાનો સૌથી શક્તિશાળી હાઇડ્રોપાવર ડેમ બનાવવાની તૈયારીમાં

China News : હિમાલયના ઊંચા, શાંત અને બરફાળ પર્વતો વચ્ચે ચીન એક બહુ મોટું કામ કરી રહ્યું છે. ત્યાં, જ્યાં માણસોની અવરજવર ઓછી છે અને પ્રકૃતિ પોતાની મોજમાં વહે છે, ચીન દુનિયાનો સૌથી શક્તિશાળી હાઇડ્રોપાવર ડેમ બનાવવાની તૈયારીમાં છે.

આ ડેમ તિબેટમાં યાર્લુંગ ત્સાંગપો નદી પર બની રહ્યો છે. આ જ નદી આગળ જઈને ભારતમાં Brahmaputra અને બાંગ્લાદેશમાં જમુના તરીકે ઓળખાય છે. એટલે કે, આ નદી માત્ર ચીનની નહીં, પણ કરોડો ભારતીયો અને બાંગ્લાદેશીઓના જીવન સાથે જોડાયેલી છે.

ચીન કહે છે કે આ ડેમ સ્વચ્છ ઊર્જા માટે છે. વીજળી બનાવશે, ઇલેક્ટ્રિક વાહનો ચલાવશે અને ભવિષ્યની ટેકનોલોજી માટે ઉપયોગી બનશે. આ પ્રોજેક્ટ પર અંદાજે 168 બિલિયન ડોલર ખર્ચાશે અને તે થ્રી ગોર્જેસ ડેમ કરતાં ત્રણ ગણું વધુ વીજ ઉત્પાદન કરશે.

પણ વાત અહીં પૂરતી થતી નથી. વિશેષજ્ઞો કહે છે કે આ ડેમ એક સામાન્ય બંધ નથી. પર્વતોની અંદર લાંબી ટનલ, ભૂગર્ભ Power Station અને વિશાળ પાણી નિયંત્રણ સિસ્ટમ બનાવાઈ રહી છે. ચીનએ હજી સુધી તેની સંપૂર્ણ ડિઝાઇન જાહેર કરી નથી. બધું જ રહસ્યમાં છે.

આ વિસ્તાર ખૂબ જ ભૂકંપ સંવેદનશીલ છે. અહીં ભૂકંપ, ભૂસ્ખલન અને હિમનદી તૂટવાની ઘટનાઓ થતી રહે છે. જો કોઈ કારણસર આ બંધ અથવા ટનલમાં ખામી આવે અને અચાનક પાણી છૂટી જાય, તો નીચે વસતા ભારત અને બાંગ્લાદેશના લાખો લોકો માટે વિનાશ આવી શકે છે. તેથી ભારતમાં ઘણા લોકો આને “વોટર બોમ્બ” કહી રહ્યા છે.

આ ડેમથી માત્ર માનવી નહીં, પણ પ્રાચીન જંગલો, દુર્લભ પ્રાણીઓ, માછીમારી અને ખેતી પર આધારિત સમગ્ર eco Systemને પણ ભારે નુકસાન થઈ શકે છે. તિબેટમાં રહેતા આદિવાસી લોકોના પૂર્વજોના ઘરો અને સંસ્કૃતિ પણ જોખમમાં છે.

ચીનનું કહેવું છે કે તેણે વર્ષો સુધી સંશોધન કર્યું છે અને નીચેના દેશોને કોઈ નુકસાન ન થાય તે માટે તમામ સુરક્ષા વ્યવસ્થાઓ રાખી છે. તે કહે છે કે તે ભારત અને બાંગ્લાદેશ સાથે વાતચીત પણ કરશે.

પરંતુ પ્રશ્ન એ છે જો બધું સુરક્ષિત છે, તો પછી એટલું બધું રહસ્ય કેમ?

હિમાલય આજે શાંત છે, નદી વહે છે, લોકો રોજિંદા જીવનમાં વ્યસ્ત છે. પરંતુ પર્વતોની અંદર ચાલી રહેલું આ કામ ભવિષ્યમાં આખા દક્ષિણ એશિયાની દિશા બદલી શકે છે—શાંતિ તરફ… કે વિનાશ તરફ?


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે બગલીહાર ડેમમાંથી ચિનાબ નદીનું પાણી રોક્યું, વધુ એક કડક નિર્ણય

આ પણ વાંચો: બ્રહ્મપુત્ર નદી પર ચીનના ‘મેગા-ડેમ’ પર ભારત નજર રાખી રહ્યું છે, કેન્દ્ર સરકારે માહિતી આપી

આ પણ વાંચો: સિંધુ જળ સંધિ સ્થગિત, પણ ભારત ક્યાં સુધી પાકિસ્તાનને પાણીના દરેક ટીપા માટે તડપતું રાખશે?