દુઃખદ/ યુપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહનું નિધન

તેઓ છેલ્લા કેટલાય સમયથી ડાયાલિસિસ પર હતા. આજે સાંજે તેમનું નિધન  થયું છે. અને તેમની ઉમર 89 વર્ષની હતી. તેઓ બે વખત યુપીના સીએમ હતા

Top Stories India
કલ્યાણસિંહ

યુપીના પૂર્વ સીએમ કલ્યાણસિંહ નું નિધન થયું. પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ ની હાલત છેલ્લા ઘણા સમયથી નાજુક હતી. શનિવારે તેમની સ્થિતિ ફરી વણસી હતી. તેઓ છેલ્લા કેટલાય સમયથી ડાયાલિસિસ પર હતા. આજે સાંજે તેમનું નિધન  થયું છે. અને તેમની ઉમર 89 વર્ષની હતી. તેઓ બે વખત યુપીના સીએમ હતા અને રાજ્યપાલ પણ હતા. તેઓ એવા નેતા હતા જેમણે ભાજપને હાંસિયામાંથી ફ્રન્ટ લાઈન સુધી લઈ જવાનું કામ કર્યું.

કલ્યાણ સિંહની કથળતી તબિયતના સમાચાર મળ્યા બાદ સીએમ યોગીએ તેમની ગોરખપુર મુલાકાત રદ કરી અને પીજીઆઈ પહોંચ્યા હતા. અને  24 કલાકની અંદર બીજી વખત એવું બન્યું કે સીએમ યોગીએ પૂર્વ સીએમની તબિયત જાણી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેની કિડનીમાં ફરીથી ચેપ વધી ગયો હતો.

તમને જણાવી દઈએ કે આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે PGI માં દાખલ થયેલા પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ કલ્યાણ સિંહને જોવા આવ્યા હતા. CM એ કલ્યાણસિંહ ના સ્વાસ્થ્ય વિશેની માહિતી PGI ના ડાયરેક્ટર ડો.આર.કે.ધીમાન અને પરિવારના સભ્યો પાસેથી મેળવી હતી. ક્રિટિકલ કેર મેડિસિન (CCM) ના ICU માં દાખલ કલ્યાણ સિંહ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. અને  તેમની તબિયત સતત બગડી રહી હતી.

પ્રતિબંધ / ફેસબુક બાદ યુટ્યુબ અને વોટ્સએપએ મુક્યો તાલીબાન પર પ્રતિબંધ

વપરાશકર્તાઓ ચહેરાના હાવભાવ સાથે મોબાઇલને કરી શકશે ઓપરેટ

હેકરને તે જ કંપનીમાં નોકરી મળી જ્યાંથી ક્રિપ્ટોકરન્સી ચોરાઈ હતી

ટ્વિટરની ભેટ / હવે તમે ઈ-મેલ અને એપલ આઈડીથી લોગીન કરી શકશો, પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી