નવી દિલ્હી,
દેશની સર્વોચ્ચ અદાલતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયો-ફિલ્મના મુદ્દે થયેલી અરજીની સુનાવણી 8મી એપ્રિલે કરવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મ સંસદીય ચૂંટણીના દિવસોમાં ભાજપ તરફી પ્રચાર માટે બની રહી છે એવી રજૂઆત સુપ્રીમ કોર્ટમાં કરાઇ હતી. કોંગ્રેસ તરફથી પક્ષના સિનિયર નેતા અને પ્રખર ધારાશાસ્ત્રી મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે સંસદીય ચૂંટણી તોળાઇ રહી છે અને સમય ઝડપભેર પસાર થઇ રહ્યો છે એ ધ્યાનમાં લેતાં સુનાવણી વહેલી કરો. સુપ્રીમ કોર્ટે આ વિનંતી સ્વીકારીને સંબંધિત કેસની સુનાવણી 8મી એપ્રિલે કરવાની જાહેરાત કરી હતી.
આપને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયો-ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીનો રોલ કરી રહ્યો છે. ઉમંગ કુમાર આ ફિલ્મના ડાયરેક્ટર છે. આ ફિલ્મની રિલીઝ પર વિપક્ષ તરફથી થતા વિવાદને લઈ વિવેક ઓબરોયે અક નિવેદન આપ્યા હતા જેમાં તેમણે કહ્યુ હતુ કે ખબર નહીં કેમ ઘણા લોકો ફિલ્મના વિરોધ કરી રહ્યા છે. મને લાગે છે કે વિપક્ષના લોકો ફિલ્મથી નહી ચોકીદારની લાકડીથી ડરી રહ્યા છે.
