ભારતમાં, 2 નવેમ્બર એટલે કે સોમવારે સવાર સુધી છેલ્લા 24 કલાકમાં 45,231 નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાનાં કુલ કેસ 82 લાખને વટાવી ગયા છે. એક દિવસમાં 496 કોરોનાનાં દર્દીઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા કલાકમાં, 53,285 દર્દીઓ પણ ચેપ મુક્ત બન્યા છે. આપને જણાવી દઈએ કે, રવિવારે સવારે 46,963 કેસ અને મોતનો આંકડો 470 નોંધાયો હતો.

ડુંગળીનાં ભાવમાં વધારો, આ મહિના સુધી નહી મળી શકે રાહત
દેશમાં ચેપનો કુલ આંકડો અત્યાર સુધીમાં 82,29,313 પર પહોંચી ગયો છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 5,61,908 છે. દેશમાં અત્યાર સુધી આ વાયરસથી 1,22,607 લોકો માર્યા ગયા છે, વળી અત્યાર સુધી 75,44,798 લોકો તેનાથી ઠીક થઇ ચુક્યા છે.
With 45,230 new #COVID19 infections, India's total cases surge to 82,29,313. With 496 new deaths, toll mounts to 1,22,607.
Total active cases are 5,61,908 after a decrease of 8,550 in last 24 hrs.
Total cured cases are 75,44,798 with 53,285 new discharges in the last 24 hrs. pic.twitter.com/RKeFutOhuS
— ANI (@ANI) November 2, 2020
રાજસ્થાનને 60 રને હરાવી કોલકતાની પ્લેઓફની આશા જીવંત

દેશમાં કોરોના રિકવરી દર 91.7% પર ચાલી રહ્યો છે, જ્યારે તેનો મૃત્યુ દર 1.5% રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 5.3% પર છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 8,55,800 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 11,07,43,103 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
