Rajkot News/ વિકાસના નામે વિનાશ! ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડ્યો ધોરાજીનો રોડ, કરોડોનું કામ ભ્રષ્ટાચારના કાદવમાં

ધોરાજીમાં પોસ્ટ ઓફિસથી જમનાવડ સુધી બનેલો નવો સીસી રોડ (Road) ઉદ્ઘાટન પહેલાં જ તૂટ્યો. 3 કરોડના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

Gujarat Top Stories Rajkot
Road

Dhoraji Road Corruption : રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તાજેતરમાં બનેલો સીસી રોડ (Road) ઉદ્ઘાટન થાય તે પહેલાં જ તૂટવા લાગતા ભારે ચકચાર મચી  છે. પોસ્ટ ઓફિસથી જમનાવડ રેલવે ફાટક સુધી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો આ રોડ હજુ તો ઉપયોગમાં પણ આવ્યો નથી, ત્યાં જ તેની સપાટી પર મોટી તિરાડો દેખાવા લાગી છે. પરિણામે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો ઉઠી રહ્યા છે.

સિમેન્ટ સૂકાયું પણ નહીં અને મસમોટી તિરાડો 

વર્ષોથી ખરાબ રસ્તાની સમસ્યા સહન કરી રહેલી ધોરાજીની જનતાને આશા હતી કે હવે મજબૂત અને ટકાઉ રસ્તો મળશે, પરંતુ નવો રોડ બનતાની સાથે જ ખામીઓ સામે આવતાં લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે સિમેન્ટ હજુ પૂરતું સૂકાયું પણ નથી અને કામ પૂર્ણ થયાને માત્ર એક અઠવાડિયો થયો છે, ત્યાં જ રોડ (Road) પર પહોળી તિરાડો પડવા લાગી છે.

કોના પાપે તૂટી ગયો રોડ (Road)?

આ રોડના નિર્માણ માટે અંદાજે 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ રકમ પ્રજાના ટેક્સમાંથી આવતી હોવાથી હવે સવાલ ઉઠી રહ્યો છે કે આ પૈસા વિકાસમાં ગયા કે બેદરકારી અને નબળી કામગીરીમાં વેડફાઈ ગયા? આ કામ જૂનાગઢની ‘દ્વારકેશ કન્સ્ટ્રક્શન’ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, બાંધકામમાં વપરાયેલું સિમેન્ટ અને અન્ય મટીરીયલ ગુણવત્તાવિહોણું છે, જેના કારણે વાહન વ્યવહાર શરૂ થાય તે પહેલાં જ રોડ (Road)ની સપાટી ઉખડવા લાગી છે.

ધોરાજીમાં રોડ કૌભાંડથી જનતામાં રોષ

હજી વધુ ચિંતાજનક બાબત એ છે કે નગરપાલિકા તથા R&B વિભાગના અધિકારીઓની દેખરેખમાં કામ થયું હોવા છતાં, ગુણવત્તાની તપાસ યોગ્ય રીતે કેમ ન થઈ? શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે કોઈ સાંઠગાંઠ હતી? આવા સવાલો હવે ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યા છે. ઘટનાને પગલે ધોરાજીની જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે માત્ર તાત્કાલિક પેચવર્ક કરીને મામલો દબાવવાનો પ્રયાસ ન થાય, પરંતુ સમગ્ર પ્રકરણની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સાથે જ, બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ ઉઠી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં શરમજનક ઘટના : જાહેર રસ્તા પર કિશોરી સાથે અડપલાં કરનાર 82 વર્ષીય વૃદ્ધની ધરપકડ

આ પણ વાંચો: રાજકોટમાં નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી, ગુણવત્તા પર ઉઠ્યા સવાલો

આ પણ વાંચો: રાજકોટની નવયુગ સ્કૂલના પ્રવાસ દરમિયાન 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત, , બેદરકારી પર સવાલ