Delhi News/ ઓડિશા–છત્તીસગઢ બોર્ડર પર નક્સલવાદીઓ સામે મોટો પ્રહાર

એક કરોડનો ઈનામી નક્સલી કમાન્ડર ગણેશ ઠાર: ઓડિશાના કંધમાલમાં બે મહિલા સહિત 5 નક્સલી એન્કાઉન્ટર (Encounter)માં માર્યાં ગયાં, હથિયારનો મોટો જથ્થો જપ્ત

India Mumbai News NATIONAL Top Stories Trending Breaking News
Encounter

Delhi News: છત્તીસગઢના પાડોશી રાજ્ય ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. એન્કાઉન્ટર (Encounter)માં કુલ 5 નક્સલવાદી ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં સેન્ટ્રલ કમિટી મેમ્બર (CCM) ગણેશ ઉઇકે પણ સામેલ છે, જેના પર એક કરોડ રૂપિયાથી વધુનું ઇનામ જાહેર હતું. આ એન્કાઉન્ટરમાં બે મહિલા નક્સલવાદી પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

સુરક્ષા દળોએ એન્કાઉન્ટર (Encounter)સ્થળ પરથી મૃતદેહો સાથે હથિયારો પણ જપ્ત કર્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા નક્સલવાદીઓમાં કેટલાક છત્તીસગઢના હોવાનું અનુમાન છે. વિસ્તારમાં હાલ પણ સર્ચ અને ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

દંતેવાડા-બીજાપુર બોર્ડર પર અગાઉ મોટી અથડામણ

આ પહેલા 3 ડિસેમ્બરે છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર બોર્ડર વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભારે અથડામણ થઈ હતી. આ કાર્યવાહીમાં કુલ 18 નક્સલવાદી ઠાર કરવામાં આવ્યા હતા. માર્યા ગયેલાઓમાં ડિવિઝનલ કમિટી મેમ્બર (DVCM) વેલ્લા મોડિયમ પણ સામેલ હતો.

એન્કાઉન્ટર દરમિયાન નક્સલવાદીઓ પાસેથી LMG, ઇન્સાસ અને SLR જેવી આધુનિક રાઈફલો જપ્ત કરવામાં આવી હતી.

Encounter

બે દિવસમાં બે મોટા એન્કાઉન્ટર (Encounter)

3 અને 4 ડિસેમ્બરના રોજ છત્તીસગઢમાં સુરક્ષા દળોએ સતત કાર્યવાહી કરી હતી.

3 ડિસેમ્બરે 12 નક્સલવાદી ઠાર થયા

4 ડિસેમ્બરે વધુ 6 નક્સલવાદી ઠાર થયા

આ રીતે કુલ 18 નક્સલવાદીઓના મૃતદેહો બીજાપુર જિલ્લા મુખ્યાલય લાવવામાં આવ્યા હતા.

સુરક્ષા દળોને પણ નુકસાન

એન્કાઉન્ટરમાં DRGના 3 જવાન શહીદ થયા હતા અને 2 જવાન ઘાયલ થયા હતા. બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પી.એ જણાવ્યા મુજબ શહીદ જવાનોમાં:

હેડ કોન્સ્ટેબલ મોનુ વડારી, હેડ કોન્સ્ટેબલ રમેશ સોડી, કોન્સ્ટેબલ દુકારુ ગોંડ નો સમાવેશ થાય છે. બીજાપુર પોલીસ લાઇનમાં ત્રણેય શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સરકારની કાર્યવાહીથી ડરતા નક્સલવાદીઓ કહે છે કે તે શાંતિ મંત્રણા માટે હથિયારો મૂકવા તૈયાર છે!

આ પણ વાંચો:પશુપતિનાથથી તિરૂપતિ સુધી… ‘લાલ આતંક’ ફેલાવવા માંગતા હતા નક્સલવાદીઓ

આ પણ વાંચો:છત્તીસગઢમાં બે એન્કાઉન્ટર, 24 નક્સલવાદીઓ માર્યા ગયા,ફાયરિંગ ચાલુ