Gandhinagar News/ કાયદા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજયની તમામ ચેરીટી કમિશનરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ‘‘ઇ પેમેન્ટ’’ સુવિધાનો શુભારંભ

રાજ્યમાં અંદાજીત 2.76 લાખ ટ્રસ્ટો નોંધાયેલા છે

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : કાયદા મંત્રી ઋષિકેશ પટેલે આજરોજ ગાંધીનગર ખાતેથી રાજ્યની તમામ ચેરીટી કમિશનરની કચેરીઓમાં આવતા પી.ટી.એ.(પબ્લીક ટ્રસ્ટ) ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે “ઇ-પેમેન્ટ” સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ સુવિધાનો પ્રારંભ થતા ગુજરાતના ટ્રસ્ટીઓને સમગ્ર વ્યવસ્થામાં સુગમતા રહેશે. ફાળાની રકમ ભરવા માટે ટ્રસ્ટીઓ https://charitycommissioner.gujarat.gov.in વેબસાઇટ પર ઇ-પેમેન્ટ કરી શકાશે.

રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ 2,76,652 ટ્રસ્ટ રજીસ્ટ્રર થયેલ છે. 31-10-2024 ની સ્થિતિએ ગત્ વર્ષે 10.55 કરોડ ફાળો વસુલવામાં આવ્યો હતો.અત્રે મહત્વની બાબત એ પણ છે કે, કુલ રજીસ્ટ્ર થયેલ ટ્રસ્ટમાંથી મેડિકલ અને શિક્ષણ જેવા સેવા ક્ષેત્ર માટે કામ કરતા ટ્રસ્ટોને બાદ કરતા કુલ અંદાજીત 1.65 લાખ જેટલા ટ્રસ્ટો પાસેથી જ ચેરિટી તંત્ર દ્વારા ફાળો ઉધરાવવામાં આવે છે.
હવેથી આ 1.65 લાખ જેટલા ટ્રસ્ટોને ફાળો ભરવા માટે ચેરિટી કચેરીની રૂબરૂ મુલાકાત લેવી પડશે નહીં સંપૂર્ણ વ્યવસ્થા ઓનલાઇન જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

કાયદા મંત્રી ઋષિકેશ પટેલે અગાઉ આ પેમેન્ટ વ્યવસ્થામાં પડતી તકલીફોને અટકાવવા માટે સમગ્ર વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી જેના ભાગરૂપે જ આ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. જેનાથી સરળતાથી, ગમે ત્યારે, અને ગમે ત્યાંથી સમગ્ર વિશ્વના કોઇપણ ખુણેથી સરળતાથી ‘‘ઇ પેમેન્ટ’’ દ્વારા ઓનલાઇન વાર્ષિક ફાળાની રકમ ભરી શકશે.આ શુભારંભ પ્રસંગે ઓનલાઇન ફાળા રકમ ‘‘ઇ પેમેન્ટ’’ પધ્ધતિથી ભરીને જ શુભારંભ કરાયો હતો.

આ વ્યવસ્થાના શુભારંભ પ્રસંગે કાયદા વિભાગના જોઇન્ટ સેક્રેટરી, નાયબ ચેરીટી કમિશનર, ચેરીટી કમિશનરસહિત ટ્રસ્ટીઓએ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, જાહેર ટ્રસ્ટોના ટ્રસ્ટીઓને ફાળા રકમ ભરવામાં રૂબરૂમાં કચેરીઓની મુલાકાત કરવામાં, અગવડતા, અડચણો અને મુશ્કેલીઓ, આવવા-જવામાં, શારીરિક, માનસિક, આર્થિક તકલીફ ખર્ચ કરવાની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ સમગ્રતયા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ-ડેકર બસો બંધ, મુસાફરોને આકર્ષવામાં નિષ્ફળ નીવડ્યું AMC

આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ ચુસ્ત બંદોબસ્ત; AMC, પોલીસ ખડે પગે

આ પણ વાંચો: AMC માં મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની કરાઈ બદલી