Hollywood News: એડલ્ટ પોર્ન સ્ટાર થૈના ફિલ્ડસનું 24 વર્ષની વયે રહસ્યમયી સંજોગોમાં મૃત્યુ થતાં હોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ચકચાર મચી ગઈ છે. પેરૂની પ્રખ્યાત એડલ્ટ પોર્ન સ્ટાર થૈના ફિલ્ડસ પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ યૌન શોષણનો શિકાર બની હતી.

થૈના ફિલ્ડસનું રહસ્યમયી મોતે મિત્રો અને પોર્ન ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધા છે. તેની એક દોસ્તએ એડલ્ટ કન્ટેન્ટ ક્રિયેટર Alejandra Sweet એ એક ખાનગી એજન્સીને ઈન્ટરવ્યૂ આપતા તેના મોતની પુષ્ટિ કરી હતી. પણ તેનું મોત કયા કારણોથી થયું હતું.
8 મહિના અગાઉ થૈના ફિલ્ડસે ખુલાસો કર્યો હતો કે તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. તેને ઈન્ડસ્ટ્રીના કેટલાક ટોચના લોકો પર આરોપ લગાવ્યો હતો. આરોપોના 8 મહિના બાદ તે મૃત અવસ્થામાં મળી આવી છે. જેના કારણે સનસનાટી મચી ગઈ છે.

થૈના ફિલ્ડસનું સાચું નામ અબિગેલ છે. તેને ખુલાસો કરતા કહ્યું હતું કે, મેં જ્યારે એડલ્ટ કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું ત્યારે આ ઈન્ડસ્ટ્રીમાંથી મારી સાથે દુર્વ્યવહાર કરાયો હતો. અને યૌન શોષણનો ભોગ બની હતી. પહેલા હું અહીં આવી ત્યારે બધા મારી સાથે મારી મરજી વિરૂદ્ધ વ્યાવહાર કરતા હતા. આવું અનેક વખત થયું. જ્યારે સમાજ ગંદકીથી ભરેલો હોય ત્યારે એક મહિલા તરીકે એડલ્ટ કન્ટેન્ટ બનાવવાનું ખૂબ જ મુશ્કેલ છે.
