Not Set/ હવે કોઈપણ હોસ્પિટલ કે દવાખાનું કોરોનાની સારવાર કરી શકશે : મુખ્યમંત્રી રૂપાણી

રાજયમાં કોરોના કેસમાં સતત વધતા જોવા મળી રહ્યા છે . પરિસ્થતિ ખુબ જ ગંભીર જોવા મળી રહી છે જેમના પગલે હોસ્પિટલમાં બેડ મળતા ન હોવાથી  દર્દીને લાંબી લાઈનમાં ઉભું  રહેવું પડતું હોય છે  .જેમાં અનેક લોકો મૃત્યુ પામતા હોય છે . ત્યારે આ પરિસ્થિતિને નિવારવા રૂપાણી સરકારની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં સીએમ રૂપાણીએ […]

Top Stories Ahmedabad Gujarat Others

રાજયમાં કોરોના કેસમાં સતત વધતા જોવા મળી રહ્યા છે . પરિસ્થતિ ખુબ જ ગંભીર જોવા મળી રહી છે જેમના પગલે હોસ્પિટલમાં બેડ મળતા ન હોવાથી  દર્દીને લાંબી લાઈનમાં ઉભું  રહેવું પડતું હોય છે  .જેમાં અનેક લોકો મૃત્યુ પામતા હોય છે . ત્યારે આ પરિસ્થિતિને નિવારવા રૂપાણી સરકારની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને નિર્ણય અંગે જાહેરાત કરી હતી કે હવે રાજ્યમાં તમામ પ્રાઈવેટ હોસ્પિટલ કે નર્સિંગ હોમ કે દવાખાના કોવિડ હોસ્પિટલ તરીકે સારવાર આપી શકશે.

ગુજરાતમાં કોરોનાનાં દર્દીઓ વધતાં જાય છે ત્યારે ગુજરાતની તમામ ટ્રસ્ટ કે પ્રાઈવેટ કે કોઈપણ હોસ્પિટલ હોય, જ્યાં કોવિડ હોસ્પિટલ છે ત્યાં દર્દીઓની ઝડપથી પથારીઓ ભરાઈ જાય છે. જેને ધ્યાનમાં રાખી કોર ગ્રૃપની બેઠકમાં નિર્ણય કર્યો છે કે હવે ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક, દવાખાના, નર્સિંગ હોમના ડોક્ટરો કે સંચાલકો પોતાની હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર આપી શકશે. 15 જુન સુધી સારવાર કરવા માટે મંજૂરી આપી છે. તેમના માટે  કોઈ મંજૂરી લેવાની રહેશે નહીં. ફક્ત કલેક્ટર કે અધિકારીને જાણ કરવાની રહેશે.

રાજય સરકારે  ડોક્ટર તેમજ પેરામેડીકલ  સ્ટાફ ને  પ્રોત્સાહન આપવા અને પે અંગે નિર્ણય કર્યો છે.  જેમાં તજજ્ઞ ડોક્ટરોને 2.5 લાખ, મેડિકલ ઓફિસરોને માસિક 1.15 લાખ, ડેન્ટલ 40 હજાર, હોમિયોપેથિક-આયુષ 35 હજાર રૂપિયા, જૂનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સ રે ટેકનિશિયન, ECG ટેકનિશિયનને માસિક રૂ.18 હજાર અને વર્ગ 4ના કર્મચારીઓને 15 હજાર રૂપિયા આપીશું. અને જે બહેનો આઉટસોર્સિંગ નર્સમાં કામ કરે છે તેઓને 13 હજારને બદલે આગામી 3 મહિના માટે 20 હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત નવી બહેનો અને ભાઈઓને પણ 20 હજાર રૂપિયા આપવામાં આવશે.