Not Set/ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં થશે ભંગાણ: નીતિન પટેલ

ગાંધીનગર, ગાંધીનગરમાં કોંગ્રેસમાં નેતાઓની નારાજગી મુદ્દે નીતિન પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે,લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ભંગાણ થશે, કોંગ્રેસમાં જૂથબંધી ચરમસીમા પર ચાલે છે ભાજપ તો નદી જેવું એક વહેણ છે. અલ્પેશ ભાજપમાં આમંત્રણ આપવું સંગઠનનું કામ છે. અલ્પેશ સહિત અન્ય નેતાઓનું ભાજપમાં સ્વાગત છે. એવી પણ માહિતી મળી રહી છે કે, અલ્પે્શ ભાજપમાં જોડાઇ […]

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

ગાંધીનગરમાં કોંગ્રેસમાં નેતાઓની નારાજગી મુદ્દે નીતિન પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે,લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ભંગાણ થશે, કોંગ્રેસમાં જૂથબંધી ચરમસીમા પર ચાલે છે ભાજપ તો નદી જેવું એક વહેણ છે. અલ્પેશ ભાજપમાં આમંત્રણ આપવું સંગઠનનું કામ છે.

અલ્પેશ સહિત અન્ય નેતાઓનું ભાજપમાં સ્વાગત છે. એવી પણ માહિતી મળી રહી છે કે, અલ્પે્શ ભાજપમાં જોડાઇ શકે તેવા સમાચારો વહેતા થયા છે. જેનાં કારણે ગુજરાતમાં રાજકારણ ફરીએકવાર ગરમાઇ ગયું છે. જો કે આ અંગે અલ્પેશ દ્વારા હજી કોઇ સ્પષ્ટ પ્રતિક્રિયા સામે આવી નથી.

અલ્પેશ ઠાકોરને પક્ષમાં જોડાવા મામલે નીતિન પટેલે કહ્યું કે, અલ્પેશે પક્ષમાં આવવું હોય તો તેમનું સ્વાગત છે. તેમને પક્ષમાં સમાવવા એ સંગઠનનું કામ છે.

નીતિન પટેલના આ નિવેદન સામે કોંગ્રેસના નેતાઓએ વળતો જવાબ આપ્યો છે. અલ્પેશ ઠાકોર પક્ષ સાથે નારાજગી નથી. જો મનદુ:ખ થયું હશે તો તેનો ઘરમાં જ ઉકેલ આવશે. કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે, ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે એટલે એ ગભરાઈને આવા નિવેદનો આપી રહ્યું છે.