Indian Railways 4-Lane Expansion Projects: કેન્દ્રની મોદી સરકારે ભારતીય રેલવેના માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વનો નિર્ણય લીધો છે. રેલવે પર વધતા ટ્રાફિક અને મુસાફરોની સંખ્યા ધ્યાનમાં રાખીને 7 મહત્વના રેલવે રૂટને ફોર-લેન કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં દેશના સૌથી વ્યસ્ત દિલ્હી-મુંબઈ રેલવે રૂટનો પણ સમાવેશ થાય છે.
7 મહત્વના રૂટને ફોર-લેન કરવાની યોજના
કેબિનેટના આ નિર્ણયનો મુખ્ય હેતુ રેલવેની ક્ષમતા વધારવાનો અને ટ્રેનોની(Railways) અવરજવર વધુ સરળ બનાવવાનો છે. હાલમાં અનેક મહત્વના રૂટ પર ટ્રાફિકનું ભારણ વધારે હોવાથી નવી ટ્રેનો દોડાવવામાં અને સમયસર સંચાલન કરવામાં મુશ્કેલી પડે છે. ફોર-લેન ટ્રેક તૈયાર થયા બાદ આ સમસ્યામાં ઘટાડો થવાની શક્યતા છે.
દિલ્હી-મુંબઈ રૂટ બનશે વધુ ઝડપી
દિલ્હી અને મુંબઈને જોડતો રેલવે રૂટ દેશના સૌથી મહત્વના કોરિડોરમાંથી એક છે. અહીં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વધારાની લાઇનની સુવિધા ઊભી કરવામાં આવશે. તેનો સીધો ફાયદો મુસાફરો ઉપરાંત માલ પરિવહનને પણ મળી શકે છે. વધુ ટ્રેક ઉપલબ્ધ થતાં ટ્રેનોને(Railways) એકબીજાના માર્ગમાં અવરોધ ઓછો પડશે અને સમયપત્રક વધુ અસરકારક રીતે સંચાલિત કરી શકાશે. રેલવે રૂટની ક્ષમતા વધવાથી ભવિષ્યમાં વધુ ટ્રેનો દોડાવવાની શક્યતા ઊભી થશે. ખાસ કરીને દિવાળી, હોળી અને અન્ય મોટા તહેવારો દરમિયાન પોતાના વતન જતા લાખો મુસાફરો માટે આ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ટ્રેનની ઉપલબ્ધતા વધે તો લાંબા સમય સુધી વેઇટિંગ લિસ્ટમાં રહેતા મુસાફરોને પણ રાહત મળી શકે છે.
11 હજાર કિમીના હાઈ-ડેન્સિટી કોરિડોર પર ફોકસ
રેલવે(Railways) મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દેશમાં આશરે 11 હજાર કિલોમીટર લાંબા 7 હાઈ-ડેન્સિટી કોરિડોર છે. આ કોરિડોર દેશના રેલવે ટ્રાફિકનો લગભગ 40 ટકા હિસ્સો સંભાળે છે. આથી તેમની ક્ષમતા વધારવી રેલવે માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
2000 કિમીનું કામ પૂર્ણ
દિલ્હી-મુંબઈ, મુંબઈ-ચેન્નાઈ, ચેન્નાઈ-કોલકાતા અને કોલકાતા-મુંબઈ સહિતના મહત્વના કોરિડોરને ફોર-લેન(Railways) કરવાની કામગીરી તબક્કાવાર આગળ વધી રહી છે. આશરે 2 હજાર કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે લગભગ 5 હજાર કિલોમીટર માટે કામ ચાલી રહ્યું છે અથવા મંજૂરી મળી ચૂકી છે. બાકીના આશરે 4 હજાર કિલોમીટર માટે અંતિમ મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભારતીય રેલવેની ક્ષમતા વધશે અને વ્યસ્ત રૂટ પર મુસાફરો તથા માલગાડીઓની અવરજવર વધુ સરળ બનવાની આશા છે.
આ પણ વાંચો:રેલવે મુસાફરો માટે મહત્વની સમાચાર: 26 ડિસેમ્બરથી લાંબા અંતરના ટ્રેન ભાડામાં વધારો
આ પણ વાંચો:ભારતીય રેલ્વેએ લોકસભા ચૂંટણી પહેલા યાત્રીઓ માટે રેલ્વે ભાડું ઘટાડ્યું
આ પણ વાંચો:અમદાવાદમાં રેલવે પોલીસની મોટી બેઠક! DGPના કડક નિર્દેશ, મુસાફરોની સુરક્ષા સાથે ડ્રગ્સ ગેંગ પર તવાઈ
