Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના ‘ડિજિટલ ઈન્ડિયા’ (Digital India)ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં વર્ષ 2001થી જીસ્વાન નેટવર્કની 34 Mbps સ્પીડથી શરૂઆત કરીને આજે કલેકટર કચેરીઓનું એક Gbpsની સ્પીડથી નેટવર્ક જોડાણ જ્યારે તાલુકા અને મામલતદાર કચેરીઓમાં 200 થી 500 Mbpsની સ્પીડ નેટવર્ક (Speed Network)નું જોડાણ આપવામાં આવ્યું છે તેમ, વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadiya)એ જણાવ્યું હતું.
ડેટા નેટવર્કના સુદ્રઢ માળખાના નિર્માણ માટે દેશમાં ગુજરાતનું અગ્રીમ સ્થાન: અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadiya)
મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક– GSWAN ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે તેના આધુનિકીકરણ અને અપગ્રેડેશન માટે આગામી વર્ષના બજેટમાં રૂ.135 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય ડેટા નેટવર્ક (Data Network, Gujarat)ના સુદ્રઢ માળખાના નિર્માણ માટે અગ્રીમ સ્થાન ધરાવે છે.
વઘુમાં તેઓએ ઉમેર્યું હતું કે, ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્કથી રાજ્યના જિલ્લાથી તાલુકા અને તાલુકાથી નાગરિકોના ઘર સુધી ડેટા નેટવર્ક પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ છે.
આ ઉપરાંત જીસ્વાન (GSWAN) સંબંધિત ફરિયાદોના અસરકારક નિરાકરણ અને મોનિટરિંગ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ હેલ્પ ડેસ્ક સિસ્ટમ કાર્યરત છે. સેવાની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી ફરિયાદો સ્થિતિનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: શું તમે જાણો છો કે ભારતમાં કેટલા કરોડ લોકો મોબાઈલ વાપરે છે?,કેન્દ્ર સરકારે જાહેર કર્યો ડેટા
આ પણ વાંચો: BSNLના ડેટા થયા ચોરી, ડેટા લીકને રોકવા માટે પ્રયાસ કરાશે અને તપાસ હાથ ધરશે, સરકારે કર્યો ખુલાસો
આ પણ વાંચો: ઈસરોનું બાહુબલી LVM3 લોન્ચ કરાયું, હવે બદલાશે મોબાઇલ નેટવર્કનું ભવિષ્ય
