Not Set/ બ્લૂ વ્હેલ ગેમને કેવી રીતે રોકી શકાય, સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

દિલ્હી, લોકોના જીવ લેતી ખતરનાક બ્લૂ વ્હેલ ગેમ અંગે દેશની સુપ્રિમ કોર્ટે આજે કડક વલણ લીધુ હતું.સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની બેન્ચે બ્લૂ વ્હેલ ગેમને રોકવા માટે થઇને રાજ્ય સરકારો પાસે જવાબ માંગ્યો છે.સુપ્રિમ કોર્ટે બ્લૂ વ્હેલ અને તેના જેવી વર્ચ્યુઅલ ગેમને રોકવા માટે કેવા પ્રકારની ફાયરવોલ બનાવી શકાય તે  માટે કેન્દ્ર સરકારને પણ […]

Top Stories

દિલ્હી,

લોકોના જીવ લેતી ખતરનાક બ્લૂ વ્હેલ ગેમ અંગે દેશની સુપ્રિમ કોર્ટે આજે કડક વલણ લીધુ હતું.સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની બેન્ચે બ્લૂ વ્હેલ ગેમને રોકવા માટે થઇને રાજ્ય સરકારો પાસે જવાબ માંગ્યો છે.સુપ્રિમ કોર્ટે બ્લૂ વ્હેલ અને તેના જેવી વર્ચ્યુઅલ ગેમને રોકવા માટે કેવા પ્રકારની ફાયરવોલ બનાવી શકાય તે  માટે કેન્દ્ર સરકારને પણ નિષ્ણાતોની કમિટી બનાવવા આદેશ કર્યો છે.

બ્લૂ વ્હેલ ગેમ રમતાં લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધતા હાલ જુદા જુદા રાજ્યોની હાઇકોર્ટમાં પણ પીટીશનો દાખલ થઇ છે.જો કે હવે સુપ્રિમ કોર્ટે હાઇતકોર્ટોને આ અરજી નહીં ચલાવવા નિર્દેશો આપ્યો છે.હવે બ્લૂ વ્હેલ ગેમની તમામ પીટીશનોની સુનવણી સુપ્રિમ કોર્ટમા થશે.

બ્લૂ વ્હેલ ગેમને રોકવા માટે મદ્રાસ,મહારાષ્ટ્ર,દિલ્હી અને ગુજરાતની હાઇકોર્ટમાં પીટશીનો દાખલ થઇ છે.

ભારતમાં બ્લૂ વ્હેલ ગેમ રમીને સાતથી વધુ લોકોએ આત્મહત્યા કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે બ્લૂ વ્હેલ ગેમ રમવા પર પ્રતિબંધ મુક્યો છે.એ પછી મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોએ પણ બ્લુ વ્હેલ ગેમ રમવા પર રોક લગાવી છે.