હિજાબને લઈને દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન ભોપાલના બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું છે કે, દેશમાં કોઈએ હિજાબ પહેરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે હિજાબ એ લોકોએ પહેરવો પડે છે જેમના પોતાના ઘરમાં મુશ્કેલી હોય, કર્ણાટક સહિત દેશના કેટલાક ભાગોમાં હિજાબ પહેરવાના પક્ષમાં અને વિરોધમાં પ્રદર્શનો તેજ બન્યા છે.
આ પણ વાંચો:કોરોનાનું નવું સ્વરૂપ, ઓમિક્રોન અને ડેલ્ટામાંથી બનાવવામાં આવ્યું છે, જાણો શું છે તેના લક્ષણો
સાધ્વી પ્રજ્ઞાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
ભોપાલમાં એક કાર્યક્રમને સંબોધતા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, “કોઈની સાથે કોઈ બંધન નથી. હિંદુઓ એટલા ઉમદા, એટલા ઉચ્ચ વિચારવાળા અને એટલા સંસ્કારી છે કે આપણે ક્યાંય હિજાબ પહેરવાની જરૂર નથી. હિજાબ એ લોકોએ પહેરવો જોઈએ જેમના પોતાના ઘરમાં મુશ્કેલી હોય, તેઓ પોતાના ઘરમાં સંકટમાં હોય, તેઓના ઘરમાં જોખમ હોય અને તેમના ઘરમાં તેમની ઈજ્જત જોખમમાં હોય, તો તેમણે ઘરમાં પણ હિજાબ પહેરવો જોઈએ. જ્યાં હિંદુ સમાજ બહાર આવે છે અને જ્યાં આપણને જ્ઞાન મળે છે, જ્યાં અભ્યાસ થાય છે ત્યાં તેમને હિજાબ પહેરવાની જરૂર નથી.
#WATCH …No need to wear Hijab anywhere. People who are not safe in their houses need to wear Hijab. While outside, wherever there is 'Hindu Samaj', they are not required to wear Hijab especially at places where they study: BJP MP Sadhvi Pragya at an event in Bhopal, MP (16.02) pic.twitter.com/F6ObtjxRfl
— ANI (@ANI) February 17, 2022
કેવી રીતે શરૂ થયો હિજાબ વિવાદ?
કર્ણાટકના ઉડુપીમાં સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજમાં ક્લાસમાં હાજરી આપી ત્યારે હિજાબ પહેરેલી છોકરીઓને કૉલેજ પરિસરમાંથી બહાર નીકળવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી આ મુદ્દાએ જોર પકડ્યું. સ્થિતિ એ છે કે, આ મુદ્દો હવે દેશના વિવિધ ભાગોમાં પણ ફેલાઈ ગયો છે. ઘણી જગ્યાએ હિંસાની ઘટનાઓ પણ સામે આવી છે.
આ પણ વાંચો:ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, ફિરોઝાબાદમાં આજે અમિત શાહ અને અખિલેશની રેલી
આ પણ વાંચો:કીવમાં ફસાયેલા હજારો ભારતીયોને રાહત, કેન્દ્ર સરકારે લગાવેલો આ પ્રતિબંધ હટાવ્યો
