Gandhinagar News: જામનગર (Jamnagar)માં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ રાજ્યના ખેડૂતો જમીન માપણીથી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. સરકારના આંકડા મુજબ છેલ્લા 10 વર્ષમાં માત્ર 13000 અરજીઓનો નિકાલ થયો છે, આ અંગે તપાસ કરવાનો સૂર જોવા મળ્યો હતો.
હેમંત ખવાએ સરકાર સામે વિરોધ કરતા જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી ગુજરાતના ખેડૂતો ખોટી જમીન માપણીને કારણે પરેશાન છે. 2016માં લગભગ 25000 અરજીઓ મળી હતી. હાલમાં છેલ્લા 10 વર્ષમાં 83,000 અરજીઓમાંથી ફક્ત 13,000 અરજીઓનો નિકાલ થયો છે. તેથી, તેની તપાસ થવી જોઈએ કારણ કે આ માપણી ભાજપના પ્રિય લોકોને ફાયદો પહોંચાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે 160 ધારાસભ્યો હોવા છતાં મને કોઈપણ કારણો વિના સસ્પેન્ડ કરવામાં આવ્યો. કારણ કે મેં ટી-શર્ટ પહેરી હતી. જેમાં “ખોટી જમીન માપણી નકારો” લખ્યું હતું. ખાવાએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે જો આપણે મારા મતવિસ્તારની વાત કરીએ તો લાલપુર તાલુકાના મોડપર ગામના ખેડૂત દેવભાઈ નવદરિયાની 4.5 વીઘા જમીન રેકોર્ડમાં ઓછી થઈ ગઈ છે. તે છેલ્લા દસ વર્ષથી ઓફિસના ધક્કા ખાઈ રહ્યાં છે, પણ હજુ સુધી તેમને ન્યાય મળ્યો નથી.
કચેરીમાં કુલ 83467 અરજીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 7-12માં ફક્ત 13500 અરજીઓ જ અમલમાં મુકવામાં આવી હતી, જ્યારે ગામના નકશામાં એક પણ અરજી અમલમાં મુકવામાં આવી ન હતી અને જ્યાં સુધી ગામના નકશામાં અસર ન દેખાય ત્યાં સુધી ભૂલ સુધારી દેવામાં આવી છે એમ કહી શકાય નહીં.
આ પણ વાંચો:ગુજરાતમાં જમીન માપણીની અરજીનો 21 દિવસમાં જ નિકાલ કરવા આદેશ
આ પણ વાંચો:જમીન માપણી મામલે હાઈકોર્ટે અધિકારીઓને આડેહાથ લેતા ફટકાર્યો દંડ
આ પણ વાંચો:અમુલ માટે પસંદ કરાયેલી ગઢકા ખાતેની જમીનની માપણી અને નકશો તૈયાર કરવા આદેશ
