Botad News/ બોટાદમાં ફાર્મ હાઉસમાં જુગાર રમતા 10 આરોપી 7.49 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

SMCએ ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી

Gujarat

Botad News : બોટાદમાં ફાર્મ હાઉસમાં જુગાર રમતા 10 શખ્સોની સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)એ ધરપકડ કરી હતી. તેમની પાસેતી પોલીસે 7.49 લખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવની વિગત મુજબ SMCમા અધિકારીઓને માહિતી મળી હતી કે બોટાદનાં રાણપુર તાલુકાના ખાસ ખાતે રણજીતસિંહ પી.ચાવડાના ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.

જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે જુગાર રમતા 10 શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ચાર આરોપી ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરી છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી રૂ.49,200 રોકડા, 11 મોબાઈલ અને પાંચ વાહનો મળીને કુલ રૂ. 7,49,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસની વધુ તપાસ રાણપુર પોલીસ સ્ટેશન કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

આ પણ વાંચો: ભાવનગરથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ, ભાવનગરમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ , દરરોજ 6 થી 7 લોકોના કોરોનાથી થાય છે મોત , તંત્રના ચોપડે છેલ્લા 10 દિવસમાં માત્ર 3

આ પણ વાંચો: ભાવનગર સિવિલ હોસ્પિટલનો વીડિયોનો મામલો, મંતવ્ય ન્યૂઝમાં પ્રસારિત અહેવાલનો પડઘો પડ્યો, કલેક્ટર અને મનપા કમિશનર પહોંચ્યા હોસ્પિટલ, સર.ટી.હોસ્પિટલના