ઊંઝાઃ મહેસાણામાં ઊંઝા ધામ ધ્વજા મહોત્સવમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સૂચક નિવેદન કરતા જણાવ્યું હતું કે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ પાસે જાદું છે. ગમે તેટલી વિપરીત પરિસ્થિતિમાં તેમના ચહેરા પરનું સ્મિત વીલાતુ નથી. તેમને ગુસ્સો તો જાણે આવતો જ નથી. દરેક પરિસ્થિતિને તે એકદમ શાંત અને સ્વસ્થ ચિત્તે સંભાળી શકે છે. તેમણે હસતા હસતા જણાવ્યું હતું કે જો ભુપેન્દ્રભાઈને કોઈ ગુસ્સો અપાવે તો તે હું તેને ઇનામ આપીશ.
મહેસાણા
ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવ
મુખ્યમંત્રી @Bhupendrapbjp એ ધજા મહોત્સવનો કરાવ્યો પ્રારંભ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત
રહ્યા pic.twitter.com/tsLxtZgLTY— DD News Gujarati (@DDNewsGujarati) September 11, 2024
હમણા જ ડોક્ટરોની હડતાળ હતી તે પણ તેમણે હસતા-હસતા અને સ્મિતસભર ચહેરે કામ કરીને સમેટી લીધી. આ પ્રકારના સ્વભાવના લીધે તેઓ અજાતશત્રુ છે. મહેસાણા (Mehasana)ના ઉમિયાધામ (Umiyadham) ઊંઝા (Unzha) ખાતે ધજા મહોત્સવની ઉજવણી શરૂ થઈ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સવારે ધજા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીના હસ્તે ધજા મહોત્સવને ખુલ્લો મુકાયો. ઉમિયાધામમાં ધજા મહોત્સવની ઉજવણી સાત દિવસ દરમિયાન ઉજવાશે.
ઊંઝા ખાતે આવેલ ઉમિયાધામ કડવા પાટીદાર સમાજના લોકોના કુળદેવી મા ઉમિયા માતાજીનું મંદિર છે. આ વર્ષે ઉમિયાધામમાં સપ્ટેમ્બર મહિનામાં ધજા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે ધજા મહોત્સવની ઉજવણી પ્રસંગે મંદિર પરિસરમાં મહેંદી ઉત્સવનું પણ આયોજન કરાયું છે. મહિલાઓને મહેંદીની વધુ શોખીન હોય છે. માતાજીના આ ઉત્સવમાં બહેનો પણ વધુ ઉત્સાહથી ભાગ લઈ રહી છે. આથી મહેંદી ઉત્સવનું ખાસ કરીને બહેનો માટે જ આયોજન કરવામાં આવ્યું છે. ધ્વજા ઉત્સવની ઉજવણીમાં ઉત્સાહ અને ઉમંગથી ભાગ લેનાર બહેનો પોતાના હાથમાં ‘મા ઉમિયા ધજા મહોત્સવ’ અથવા ‘શ્રદ્ધાના શિખર પર મારી એક ધજા’ એવી મહેંદી મૂકાવશે.
આ પણ વાંચો: ઉમિયાધામ ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધજા મહોત્સવનો કરાવ્યો શુભારંભ
આ પણ વાંચો: કચ્છમાં ભારે વરસાદ પછી રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરતા ઋષિકેશ પટેલ-પ્રફુલ પાનશેરિયા
આ પણ વાંચો: ઉમિયાધામ ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધજા મહોત્સવનો કરાવ્યો શુભારંભ
