Rajkot News:રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બનેલા જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે મેગા ડિમોલિશનની (Mega Demolition)કાર્યવાહી શરૂ થઈ રહી છે. આ કાર્યવાહી રાજકોટમાં અત્યાર સુધીની સૌથી મોટી ગણાઈ રહી છે, જેમાં 1400થી વધુ ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરવામાં આવશે.

સોમવાર (23 ફેબ્રુઆરી 2026)થી આ મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ થશે. મુખ્ય ધ્યાન આજી નદીના કાંઠા અને ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ નંબર 6 હેઠળના 15 મીટરના રોડ પરના ગેરકાયદેસર દબાણો પર રહેશે.આ વિસ્તારોમાં છેલ્લા 30-40 વર્ષથી અનેક ઘરો, દુકાનો અને અન્ય બાંધકામો ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા છે, જેના કારણે પૂરનું જોખમ અને ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે.
ડિમોલિશનમાં (Mega Demolition) 1200થી વધુ પોલીસ જવાનો રહેશે તૈનાત
આ કાર્યવાહીમાં 1200થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. જેમાં 4 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP)ના સુપરવિઝન હેઠળ આખી કાર્યવાહી ચાલશે. જેમાં ACP, PI, PSI સહિતના અધિકારીઓ ડ્યુટી પર રહેશે.આ કામગીરી દરમિયાન સંવેદનશીલ વ્યક્તિઓ પર માર્કર મુકાયા છે.

સાથે જ ગેરકાયદે હથિયારો જપ્ત કરવા માટે પણ વિશેષ કાર્યવાહીનું આયોજન કરાયું છે.6 અલગ-અલગ વોર્ડના અધિકારીઓ તૈનાત રહેશે અને ક્લાસ-1 અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે.આ કાર્યવાહીમાં 21 JCB મશીનો, 26 ટ્રેક્ટર, 2 હિટાચી હેવી મશીનો, 150થી વધુ મજૂરો અને 38 ગેસ કટરનો ઉપયોગ થશે. તંત્ર દ્વારા અગાઉથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો:રાજકોટમાં ‘વિકાસ’ કે ‘વિનાશ’? જંગલેશ્વરમાં 1358 પરિવારો પર ડિમોલિશનની તલવાર
આ પણ વાંચો:રાજકોટના ધોરાજીમાં મેગા ડિમોલિશન કરી 3.70 કરોડની જમીન ખુલ્લી કરાઈ
આ પણ વાંચો:1358 પરિવારોના આશિયાના હાલ પૂરતા બચી ગયા! જંગલેશ્વર ડિમોલિશન પર હાઇકોર્ટની રોક
