Delhi News/ AI સમિટમાં ઋષિ સુનકની હાસ્યાસ્પદ ટિપ્પણીમાં કહ્યું, “AI ઘણું કરી શકે છે, પણ તે દિલ્હીના ટ્રાફિક જામનો હલ નથી”

ઋષિ સુનકે(Rishi Sunak Jokes)કહ્યું કે ભારતે AI રેસમાં બ્રિટનને પાછળ છોડી દીધું છે. સુનકે એ પણ યાદ અપાવ્યું કે ઇંગ્લેન્ડ હજુ પણ ICC ટેસ્ટ રેન્કિંગમાં આગળ છે.

NATIONAL Top Stories India

Delhi News: દિલ્હીના ટ્રાફિક જામ સાથે સામાન્ય લોકો દરરોજ સંઘર્ષ કરે છે, પરંતુ ગઈકાલે, એક વિદેશી નેતા પણ તેમાં ફસાઈ ગયા. તેમના ભાવો વ્યક્ત કરતાં AI સમિટમાં ઋષિ સુનકે (Rishi Sunak Jokes)કરી હાસ્યાસ્પદ ટિપ્પણી જેમાં  કહ્યું કે AI ઘણું કરી શકે છે પરંતુ તે  દિલ્હીની ટ્રાફિક જામનો હાલ નથી કાઢી શકતો. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ ચાલી રહી છે.વિશ્વભરના ઘણા દેશોના અગ્રણી નેતાઓ સમિટમાં હાજરી આપી રહ્યા છે.

ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે (Rishi Sunak Jokes)પણ ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026 માં હાજરી આપી હતી. દિલ્હીના ટ્રાફિક જામને કારણે તેમને થોડી મિનિટો મોડી પડી હતી.

 

ઋષિ સુનકે (Rishi Sunak Jokes)કરી હાસ્યાસ્પદ ટિપ્પણી જેમાં  કહ્યું કે AI ઘણું કરી શકે છે પરંતુ તે  દિલ્હીની ટ્રાફિક જામનો હાલ નથી કાઢી શકતો.
ભારત મંડપમ ખાતે ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ ચાલી રહી છે

AI ઘણું બધું કરી શકે છે, પરંતુ…

ઋષિ સુનકે પહોંચતાની સાથે જ મજાકમાં માફી માંગી. “માફ કરશો, અમે થોડી મિનિટો મોડા પડ્યા હતા, અને તે સંપૂર્ણપણે મારી ભૂલ છે. AI ઘણું બધું કરી શકે છે, જેમ આપણે આ અઠવાડિયે જોયું, પરંતુ તે હજુ સુધી દિલ્હીના ટ્રાફિક જામને હલ કરવામાં સક્ષમ નથી. તેથી, હજુ ઘણું કામ કરવાનું બાકી છે.”

ઋષિ સુનકનું નિવેદન સાંભળીને બધા હસી પડ્યા. જોકે, તેમના નિવેદનને મજાક તરીકે પણ જોઈ શકાય છે.

ભારતે બ્રિટનને પાછળ છોડ્યું – ઋષિ સુનકે (Rishi Sunak Jokes)

હળવી મજાક ચાલુ રાખતા, ઋષિ સુનકે(Rishi Sunak Jokes)કહ્યું કે ભારતે AI રેસમાં બ્રિટનને પાછળ છોડી દીધું છે. સુનકે એ પણ યાદ અપાવ્યું કે ઇંગ્લેન્ડ હજુ પણ ICC ટેસ્ટ રેન્કિંગમાં આગળ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા, ઋષિ સુનકે ભાર મૂક્યો કે ભારત કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં એક મહાસત્તા તરીકે ઉભરી આવ્યું છે. તેમણે આ ટેકનોલોજી વિકસાવવા અને તેનો ઉપયોગ કરવાના દેશના સતત પ્રયાસોની પ્રશંસા કરી.

 

ઋષિ સુનકે (Rishi Sunak Jokes)કરી હાસ્યાસ્પદ ટિપ્પણી જેમાં  કહ્યું કે AI ઘણું કરી શકે છે પરંતુ તે  દિલ્હીની ટ્રાફિક જામનો હાલ નથી કાઢી શકતો.
ભારત કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં એક મહાસત્તા તરીકે ઉભરી આવ્યું છે.

ભારત હવે વિશ્વની ટોચની AI મહાસત્તાઓમાંની એક 

ઋષિ સુનકે (Rishi Sunak Jokes)કહ્યું કે આ અઠવાડિયે જે જોવા મળ્યું છે તે ફક્ત વડા પ્રધાન મોદીના નેતૃત્વનું જ નહીં પરંતુ આ ટેકનોલોજી વિકસાવવા અને તેનો ઉપયોગ કરવા માટે તમારા બધાની ઉર્જાનું પણ એક ચમકતું ઉદાહરણ છે, જે વિશ્વમાં બીજે ક્યાંય અજોડ છે. આ એક ખૂબ જ ખાસ વાત છે.

તેથી, સ્ટેનફોર્ડ (જે વિશ્વ રેન્કિંગ પ્રકાશિત કરે છે) અનુસાર, ભારત હવે વિશ્વની AI મહાસત્તા તરીકે ટોચના સ્થાનોમાંથી પ્રથમ પર પહોંચી ગયું છે, જેના પર તમારામાંથી ઘણાને ગર્વ હોવો જોઈએ.


આ પણ વાંચો:AI ઇમ્પેક્ટ સમિટ 2026માં વિવાદ, ગલગોટિયા યુનિવર્સિટીએ બતાવેલો રોબોટ ચીની નીકળ્યો

આ પણ વાંચો:ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટમાં યુએન સેક્રેટરી-જનરલ સહિત અનેક વિશ્વ નેતાઓ હાજરી આપશે!

આ પણ વાંચો:AI થી ડરશો નહીં, તૈયાર રહો! 2030 સુધીમાં ભારતમાં સર્જાશે 30 લાખ નવી નોકરીઓ!