Not Set/ યુપી: જમીન મામલે જંગલીયત પર ઉતરેલા લોકો દ્વારા 9 લોકોની નિર્મમ હત્યા

ઉત્તર પ્રદેશનાં વારાણસી નજીકનાં સોનભદ્ર જિલ્લાનાં ઉભભા ગામમાં જમીન વિવાદમાં નવ લોકોની હત્યા કરી દેવામાં આવી હોવાનાં સમાચારથી સર્વત્ર હાહાકાર મચી જવા પામ્યો છે.  ગામનાં સરપંચ અને ગામવાસીઓ વચ્ચે થયેલા જમીન વિવાદ ખૂની ખેલમાં પલટાતા એક જ પક્ષના  6 પુરુષ અને ત્રણ મહિલાઓને મોતને ઘાટ ઉતારી દેવામા આવ્યા છે. ઉત્તર પ્રદેશના સોનભદ્ર જીલ્લાનાં ઉભભા ગામ […]

Top Stories India

ઉત્તર પ્રદેશનાં વારાણસી નજીકનાં સોનભદ્ર જિલ્લાનાં ઉભભા ગામમાં જમીન વિવાદમાં નવ લોકોની હત્યા કરી દેવામાં આવી હોવાનાં સમાચારથી સર્વત્ર હાહાકાર મચી જવા પામ્યો છે.  ગામનાં સરપંચ અને ગામવાસીઓ વચ્ચે થયેલા જમીન વિવાદ ખૂની ખેલમાં પલટાતા એક જ પક્ષના  6 પુરુષ અને ત્રણ મહિલાઓને મોતને ઘાટ ઉતારી દેવામા આવ્યા છે.

  • સોનભદ્ર: સેંકડો લોકો 30 ટ્રેક્ટર્સમાં આવ્યા, ગામથી ઘેરાયેલા, મૃતદેહોને નાખ્યાં

    ઉત્તર પ્રદેશના સોનભદ્ર જીલ્લાનાં ઉભભા ગામ ગુરુવારે સવારે, લોકો રોજિંદા કામમાં વ્યસ્ત હતા. ત્યારે જ અચાનક ગામમાં આશરે ટ્રોલી સાથે 30 ટ્રેક્ટર પહોંચી આવ્યા હતા. ટ્રેકટર મારફતે આવેલા આશરે 300 જટેલા લોકોમાં કોઈના હાથમાં લાકડીઓ અને દંડાઓ હતા તો કોઇનાં હાથમાં  તલવારો અને બંદૂકો હતી.

    સોનભદ્ર: સેંકડો લોકો 30 ટ્રેક્ટર્સમાં આવ્યા, ગામથી ઘેરાયેલા, મૃતદેહોને નાખ્યાં

    ગામનાં લોકોએ વિચાર્યું કે ઘણા લોકો છે માટે કોઈ પ્રોગ્રામ માટે આવ્યા હશે. પરંતુ સશસ્ત્ર લોકો તરત જ ગામની વિવાદાસ્પદ 90-વિધા જમીન પર પહોંચી ગયા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધા હતો.

    સોનભદ્ર: સેંકડો લોકો 30 ટ્રેક્ટર્સમાં આવ્યા, ગામથી ઘેરાયેલા, મૃતદેહોને નાખ્યાં

    તો આ બાજુ આ વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતા, એજ ગામની બીજી પાર્ટી  જેની પાસે આ જમીનનો કબજા હતો, તે પણ ત્યાં પોતાનાં માણસો સાથે પહોંચ્યા હતો. અહીં ચર્ચા પછી વિવાદ થયો હતો. અને વિવાદે લોહીયાળ રૂપ ઘારણ કરતા 9 લોકોને ભરખી ગયો હતો. 

    સોનભદ્ર: સેંકડો લોકો 30 ટ્રેક્ટર્સમાં આવ્યા, ગામથી ઘેરાયેલા, મૃતદેહોને નાખ્યાં

    બોલાચાલ એટલી વધી ગઈ કે બંદૂકોનાં નાળચા ગોળીઓ ઓકવા માંંડ્યા આને જોત જોતામાં  મૃતદેહોનો ઢેર લાગી ગયો હતો.  જ્યાં લોકો થોડા સમય પહેલા હસતા ખેલતા રહેતા હતા. ત્યા હવે લાશોનાં ઢગલા જોવામા આવી રહ્યા હતા. 

    સોનભદ્ર: સેંકડો લોકો 30 ટ્રેક્ટર્સમાં આવ્યા, ગામથી ઘેરાયેલા, મૃતદેહોને નાખ્યાં

    ગામનાં અમુક માણસો કે જે ત્યા કે આસપાસ હાજર હતા તે પણ આ હાહાકાર જોઇ અવાચ રહી ગયા અને કોઇએ પણ વચ્ચે પડી કોઇને બચાવવાની કોશિશ સુધા ન કરતા પોતાનો જીવન બચાવવા ભાગી છુટ્યા હતા. જમીન માટે આ લોહિયાળ સંઘર્ષમાં6 પુરુષો અને 3 સ્ત્રીઓ સહિત 9 લોકો માર્યા ગયા હતા. જ્યારે ઘણા ગંભીર ઇજાગ્રસ્ત છે. બે લોકોની સ્થિતિ નાજુક છે જેને વારાણસીની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે. 

    સોનભદ્ર: સેંકડો લોકો 30 ટ્રેક્ટર્સમાં આવ્યા, ગામથી ઘેરાયેલા, મૃતદેહોને નાખ્યાં

     

    સોનભદ્રનાં DGP દ્વારા આ મામલે પ્રકાશ પાડતા જણાવવામાં આવ્યું કે આ જમીન વિવાદ પહેલેથી જ ચાલુ છે. અગાઉ, બિહાર કેડરના આઇ.એ.એસ. અધિકારીએ આ જમીન ખરીદી હતી, જેનો વિરોધ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો હતો.

    સોનભદ્ર: સેંકડો લોકો 30 ટ્રેક્ટર્સમાં આવ્યા, ગામથી ઘેરાયેલા, મૃતદેહોને નાખ્યાં
    પોલીસ દ્વારા આ કિસ્સામાં અત્યાર સુધીમાં બે લોકોને ધરપકડ કરવામાં આવી છે. ગામમાં પણ શોધ કાર્ય ચાલી રહ્યું હતું. એવું કહેવામાં આવ્યું છે કે બે ગામના વડાઓને બરતરફ કર્યો છે. ગામનાં સરપંચનાં ભત્રીજાની ધરપકડ કરવામાં આવી છે. હત્યાકાંડ પછી સમગ્ર વિસ્તારનું વાતાવરણ તણાવભર્યું બન્યું હતું જેના કારણે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

    નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.