જનરલ મનોજ મુકુંદ નરવાણે દેશનાં નવા આર્મી ચીફ બની ગયા છે. મંગળવારે તેમણે સાઉથ બ્લોકમાં પૂર્વ આર્મી ચીફ જનરલ બિપિન રાવત પાસેથી દેશનાં 28 માં આર્મી ચીફની જવાબદારી સંભાળી. જનરલ નરવાણે આર્મી ચીફ બનતા પહેલા ડેપ્યુટી આર્મી ચીફ તરીકે ફરજ બજાવતા હતા. જનરલ નરવાણે ચીન સંબંધિત બાબતોમાં નિષ્ણાંત માનવામાં આવે છે.
#WATCH General Manoj Mukund Naravane takes over as the 28th Chief of Army Staff, succeeding General Bipin Rawat. pic.twitter.com/oQtwPU9wAo
— ANI (@ANI) December 31, 2019
59 વર્ષીય નરવાણએ ચીનની બાબતોમાં નિષ્ણાંત માનવામાં આવે છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પૂર્વમાં કાઉન્ટર ઇમરજન્સી ઓપરેશનને લીડ કરવાનો તેમને નોંધપાત્ર અનુભવ છે. હાલમાં તે ડેપ્યુટી આર્મી ચીફ છે અને આ પહેલા તે કોલકાતા સ્થિત પૂર્વી સૈન્ય કમાન્ડનો ચીફ રહી ચુક્યો છે.
General Manoj Mukund Naravane takes over as the 28th Chief of Army Staff, succeeding General Bipin Rawat. pic.twitter.com/ojJFCBIheA
— ANI (@ANI) December 31, 2019
આ આદેશથી જ પૂર્વી વિસ્તારની ભારત-ચીન સરહદની સુરક્ષા જવાબદાર છે. કાશ્મીર અને ઉત્તર પૂર્વમાં સલામતીનાં પડકારો પર ખરા ઉતરનાર નરવાણેને ચીનને જવાબ આપવાનો અનુભવ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ ઘડવામાં ઘણી મદદ કરી શકે છે.
Army better prepared to take on challenges at Pak, China borders: CDS Gen Rawat
Read @ANI Story | https://t.co/fIAw54y2mP pic.twitter.com/f7GMNIa566
— ANI Digital (@ani_digital) December 31, 2019
વળી, જનરલ રાવત પોતાના કાર્યભારથી મુક્ત થયા પહેલા વોર મેમોરિયલ ગયા હતા અને અહીં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જનરલ રાવતને સાઉથ બ્લોકમાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. મીડિયા સાથે વાત કરતાં જનરલ રાવતે કહ્યું કે, હું મારા સૈનિકો, તમામ રેન્ક અને ભારતીય સેના સાથે સંકળાયેલા તમામ લોકોનો આભાર માનું છું જે પડકારજનક વાતાવરણમાં અડગ રહ્યા છે.
General Manoj Mukund Naravane takes over as the 28th Chief of Army Staff, succeeding General Bipin Rawat. pic.twitter.com/yJlBsliRPt
— ANI (@ANI) December 31, 2019
જનરલ રાવતે લેફ્ટનન્ટ જનરલ નરવાણે ને નવા સેના પ્રમુખનો હવાલો સંભાળવાની શુભકામનાઓ પણ આપી હતી. તેમણે કહ્યું, “હું જનરલ મનોજ નરવાણે ને તેમની સફળ ઇનિંગ્સ માટે શુભકામનાઓ આપુ છું, જે આજે દેશનાં 28 માં આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
