Earthquake/ દિલ્હી તથા રાજસ્થાનમાં મોડી રાત્રે ધરા ધણધણી, અનુક્રમે 3.3 અને 4.2 તીવ્રતાના ભૂકંપ

દિલ્હી તેમજ રાજસ્થાનમાં કાલે મોડી રાત્રે ભૂકંપ આવ્યો હતો. દિલ્હીમાં આ ભૂકંપ રાત્રે 11 : 45 કલાકે આવ્યો હતો. આ ભૂકંપના પગલે દિલ્હીના કેટલાક ભાગોમાં આંચકા અનુભવાયા હતા.

Top Stories India
delhi

દિલ્હી તેમજ રાજસ્થાનમાં કાલે મોડી રાત્રે ભૂકંપ આવ્યો હતો. દિલ્હીમાં આ ભૂકંપ રાત્રે 11 : 45 કલાકે આવ્યો હતો. આ ભૂકંપના પગલે દિલ્હીના કેટલાક ભાગોમાં આંચકા અનુભવાયા હતા.દિલ્હી આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી હતી. એનસીઆરમાં આ ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી હતી. આ ઘટનાના પગલે લોકો ભયભીત થઈ ઘરની બહાર નીકળી આવ્યા હતા. જો કે કોઈ નુકસાનના સમાચાર નથી.

RASHI / કેવી રહેશે આપની 18/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય…

આ ઉપરાંત રાજસ્થાનના અલવરમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવવામાં આવ્યા હતા. રાજસ્થાનના અલવર માં આવેલા ભૂકંપના ઝટકાની તીવ્રતા 4.2 હોવાનું જાણવા મળ્યું છે.મહત્વનું છે કે આ મહિનાની શરૂઆતમાં, દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર ગાઝિયાબાદ હતું. 2 ડિસેમ્બરે દિલ્હી-એનસીઆરમાં 2.7ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ષડયંત્ર / ચીન-પાકિસ્તાન મળીને રચી રહ્યા છે મોટું ષડયંત્ર, ભારત વિરુદ્ધ…

આશરે એક મહિના પહેલા વૈજ્ઞાનિકોએ હિમાલયમાં મોટા ભૂકંપની આગાહી કરી હતી અને કહ્યું હતું કે હિમાલયની શ્રેણીમાં સાથે કોઈપણ સમયે મોટો ભૂકંપ આવી શકે છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8 અથવા તેથી વધુ હોઇ શકે છે. ત્યારે એ નોંધવું રહ્યું કે કોરોના કાળની અંદર જ્યારથી લોકડાઉન થયું ત્યારથી જ દિલ્હીમાં 10 થી વધુ ભૂકંપ આવ્યા છે અને તેમનું કેન્દ્ર એનસીઆરની આસપાસ પણ રહ્યું છે.

LOC / LOC પર સેના માટે બેવડો પડકાર, લોહી થીજવતી હિમવર્ષાનો પ્રકોપ …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોના જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…