અમદાવાદ/ મહિલાને અન્ય યુવક સાથે ફ્રેન્ડશીપ કરવી પડી ભારે, દીકરી સાથે ન કરવાનું કરી નાખ્યું….

મહિલાને તેના પતિ સાથે બનતું ન હોવાથી અન્ય યુરુષ સાથે ફ્રેન્ડશીપ કરી. આ લોકોની ફ્રેન્ડશીપ એટલી વધી ગઈ કે યુવક મહિલાના ઘરે આવા-જવા લાગ્યો અને…

Ahmedabad Gujarat
ફ્રેન્ડશીપ

અમદાવાદમાં દિનપ્રતિદિન છેડતી ,દુષ્કર્મ સહિત બનાવો વધતા જઈ રહ્યા છે.આ પ્રકારના બનાવો સતત પોલીસ ચોપડે પણ નોંધાઇ રહ્યા છે.ત્યારે ફરી એક વાર શહેરમાં સગીરા સાથે દુષ્કર્મ થયા હોવાના બનાવે ચકચાર મચાવી દીધી. જણાવીએ કે એક મહિલાને તેના પતિ સાથે બનતું ન હોવાથી અન્ય યુરુષ સાથે ફ્રેન્ડશીપ કરી હતી. આ લોકોની ફ્રેન્ડશીપ એટલી વધી ગઈ કે યુવક મહિલાના ઘરે આવા-જવા લાગ્યો અને આ યુવકે ધીરે ધીરે મહિલાની દીકરી સાથે સબંધ સારો બન્યો અને પછી તેને એક્ટિવા શીખવાડવાના બહાને લઈ ગયો હતો. બાદમાં મકરબા ખાતે એક મકાનમાં લઈ જઈ ત્યાં સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર હકીકતની જાણ સગીરાએ તેની માતા ને કરતા સરખેજમાં ફરીયાદ નોંધાવતા હવે પોલીસે કેતન નામના આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :ભારે વરસાદે વધારી મુસિબત, શાકભાજીનાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ

મળતી માહિતી અનુસાર, મૂળ બિહારની અને હાલ નારોલમાં રહેતી 36 વર્ષીય મહિલા એક 14 વર્ષની પુત્રી અને એક પુત્ર સાથે રહે છે. તે આ વિસ્તારમાં જ સિલાઈને લગતું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાએ તેના પતિ સામે ઘીકાંટા કોર્ટમાં કેસ કર્યો હોવાથી તેનો પતિ સુરત ખાતે પાંચ વર્ષથી અલગ રહે છે. મહિલાને ઘોડાસરમાં આવેલી પુષ્પક સોસાયટીમાં રહેતા કેતન નટવરલાલ પટેલ સાથે ત્રણેક વર્ષથી મિત્રતા થઈ હતી. જેથી આ કેતન મહિલાના ઘરમાં અવર જવર કરતો હતો.

આ પણ વાંચો :કાલાવડ રોડ પર કાદવના કારણે વાહનો થતા હતા સ્લીપ, RMC દ્વારા ત્વરિત કામગીરી કરાઈ

આ અંગે સરખેજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ જી દેસાઈ એ જણાવ્યું હતું કે તપાસ કરતા હકીકત સામે આવી કે મૂળ બિહારની અને અમદાવાદમાં રહેતી 36 વર્ષીય મહિલાએ તેના પતિ વિરુદ્ધ ઘીકાંટા કોર્ટમાં કેસ ચાલતો હોવાથી તેનો પતિ સુરત ખાતે પાંચ વર્ષથી અલગ રહેતો હતો અને મહિલાને આ કેતન પટેલ સાથે ત્રણેક વર્ષથી મિત્રતા થઈ હતી. જેથી આ કેતન મહિલાના ઘરમાં અવર જવર કરતો અને તેનો લાભ લઇ આરોપીએ મહિલાની દીકરીને હવસ નો શિકાર બનાવી હતી. હાલ તો સરખેજ પોલીસે ફરિયાદના ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી. પણ પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને મેડિકલ પુરાવા આધારે આગળની તપાસ કરશે.

આ પણ વાંચો :બાળકીને સાવકી માતાએ આપી એવી સજા કે હોસ્પિટલમાં કરવી પડી દાખલ

આ પણ વાંચો :અમદાવાદના આ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડવાથી 5 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો : સુરતમાં પિતાના બર્થ ડે પર દીકરાએ આપી ચંદ્ર પર એક એકર જમીનના ટૂકડાની ભેટ