વર્ષ 2013 ના મેં મહિના દરમિયાન અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને ખાનગી બાતમી મળી હતી કે બે આરોપીઓ નકલી નોટોના સાથે અમદાવાદના હિમાલયા મોલ પાસે આવવાના છે.
તેથી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ બાતમીના સ્થળે વૉચ ગોઠવીને રાજવીર સિંહ અને જયપ્રકાશ કેસરી નામના બે આરોપીઓને ઝડપી લીધા હતા. અને બંનેની અંગ ઝડતી કરતા તેમની પાસેથી 500 અને 1000 ના દરની કુલ 5 લાખ મતાની નકલી નોટો મળી આવી હતી.

પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ તેમનો કેસ સેસન્સ કોર્ટના જજ એ.આર.પટેલની સમક્ષ ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ કુલદીપ શર્માની ધારદાર દલીલો, તેમજ 10 સાક્ષીઓની જુબાની અને 10 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવાના આધારે સેસન્સ કોર્ટે બંને આરોપીને દોષિત જાહેર કરીને 10 વર્ષની સજા ફટકારી હતી.
