અમદાવાદ મહાનરપાલિકા સ્વચ્છ અમદાવાદની વાતો કરે છે અને ગંદકી ફેલાવનારા લોકોને દંડ કરે છે પરંતુ તંત્ર પોતે કચરાને લઇ ઉદાસીન જોવા મળે છે. શહેરના કેટલાક વિસ્તારોમા કચરો નિયમિત લેવામા આવતો ન હોવાથી રોડ પર ગંદકી થાય છે. અને ગંદકીના કારણે જ છેલ્લા એક સપ્તાહથી શહેરમાં બીમારીના આંકડા વધી રહ્યા છે.
શહેરના મુખ્ય માર્ગ પર કચરાના ઢગલા જોવા મળે છે. ખાસ કરીને પૂર્વવિસ્તારના રહીશોની હાલત કફોડી બની છે. શહેરના નિકોલ, નારોલ, નરોડા, જશોદા નગર, ગોરનો કૂવો, વટવા અને સરખેજ વિસ્તારમાં કચરાના ઠગ જોવા મળી રહ્યા છે. જેથી આસપાસની સોસાયટીઓમાં ઘેર ઘેર બીમારીઓ જોવા મળી રહી છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા, જાડા ઉલ્ટી અને ચામડીના રોગો જેવી ગંભીર બીમારીઓનો સામનો સ્થાનિકોને કરવો પડી રહ્યો છે. મહિલાઓ પોતાના નાના-નાના બાળકોને દવાખાને લઈ જઈને ઈલાજ કરાવતા જોવા મળી.
ગંદકી અને ગટરોના દુષિત પાણીને કારણે માચરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ત્યારે વટવા વિસ્તારમાં આવેલ મહા લક્ષ્મી તળાવમાં પણ અસહાય ગંદકી જોવા મળી. તળાવમાં ગંદુ ગટરનું દુર્ગંધ પાણી છોડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ તળાવની આસપાસ કચરાના ઢગ પણ જોવા મળ્યા. સ્થાનિકો ઘ્વારા અનેક વખત તંત્રને રાજુવાત કરી હોવા છતાં પણ પરિસ્થિતિમા કોઈ સુધાર ન આવતા આખરે સ્થાનિકો રોષે ભરાઈને તંત્ર વિરુદ્ધ નારે બાજી પણ કરી હતી.
તળાવની આસપાસની સોસાયટીઓના રહીશોનું માનીએ તો છેલ્લા છ મહિનાથી કચરાના નીકાલને લઇ સમસ્યા છે. સ્થિતિ સુધરી નથી રહી અને નાના-મોટા સહીત વડીલો ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે સ્થાનિકો તંત્ર અને અધિકારીઓને પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું આ સ્વછતા અભિયાન છે ? સ્વછતા અભિયાન માત્ર ઝાડુ લઇને ફોટા પડાવા માટે છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
