World News/ ટ્રમ્પની હત્યાની નવી સાજિશ? ઈઝરાયલે અમેરિકાને આપી ઈરાન અંગે ગુપ્ત માહિતિ

ઇઝરાયલે અમેરિકા સાથે શેર કરેલી માહિતીમાં ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાની નવી યોજના ઘડી હોવાનો દાવો કર્યો છે. જોકે અમેરિકી એજન્સીઓએ હજુ સુધી આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ કરી નથી.

World Breaking News
Donald Trump

World News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને ફરી એકવાર સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ઇઝરાયલે અમેરિકા સાથે એવી ગુપ્ત માહિતી શેર કરી હોવાનો દાવો કર્યો છે કે ઈરાને ટ્રમ્પની હત્યાની યોજના ઘડી છે. જોકે અમેરિકાની ગુપ્ત એજન્સીઓએ હજુ સુધી આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ કરી નથી. આ દરમિયાન ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ઈરાનને લઈને વ્યૂહરચનામાં મતભેદ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઈરાને ઘડ્યુ કાવતરું, ઈઝરાયલનો દાવો

ઇઝરાયલે અમેરિકા સાથે નવી ઇન્ટેલિજન્સ માહિતી શેર કરીને દાવો કર્યો છે કે ઈરાને (Iran)અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાની નવી યોજના તૈયાર કરી છે. વોલ સ્ટ્રીટ જર્નલ અને CNNના અહેવાલ મુજબ આ માહિતી અમેરિકી અધિકારીઓને આપવામાં આવી છે. જોકે અમેરિકાની ગુપ્ત એજન્સીઓએ આ દાવાની સ્વતંત્ર રીતે હજુ સુધી પુષ્ટિ કરી નથી.

અમેરિકી એજન્સીઓ તપાસમાં, વ્હાઇટ હાઉસ મૌન

અમેરિકી સુરક્ષા એજન્સીઓ ટ્રમ્પને મળતી ધમકીઓ પર સતત નજર રાખી રહી છે. પરંતુ ઇઝરાયલ તરફથી મળેલી આ માહિતી અંગે વ્હાઇટ હાઉસે (White House)સીધી કોઈ ટિપ્પણી કરી નથી. અધિકારીઓનું કહેવું છે કે આ માહિતીમાં ખાસ પ્રકારની કથિત યોજના અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ટ્રમ્પે પોતે પણ વ્યક્ત કરી હતી ચિંતા

તાજેતરમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ઈરાનની કિલિંગ લિસ્ટમાં સૌથી ઉપર છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી કદાચ તેમનું નસીબ સાથ આપી રહ્યું છે, પરંતુ તે હંમેશા એવું રહેશે તેની ખાતરી નથી.

ઈરાન મુદ્દે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે મતભેદ

અહેવાલો અનુસાર ઇઝરાયલ (Israel)ના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઈરાન સામે સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવા માંગે છે, જ્યારે ટ્રમ્પ લાંબા સમય સુધી યુદ્ધ ચાલે તેના આર્થિક પરિણામોને ધ્યાનમાં રાખીને કૂટનીતિક ઉકેલ તરફ વધુ ઝુકાવ ધરાવે છે. 2020માં અમેરિકી ડ્રોન હુમલામાં ઈરાનના કાસિમ સુલેમાનીના મોત બાદથી ઈરાન તરફથી ટ્રમ્પ સામે બદલો લેવાની વાતો વારંવાર સામે આવતી રહી છે. જોકે હાલ સામે આવેલા નવા દાવાની અમેરિકાએ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી.


આ પણ વાંચો:અમેરિકાના હુમલાથી ચાબહાર બંદર પર સંકટ, ભારતની વ્યૂહાત્મક યોજનાઓને ફટકો; પાકિસ્તાન કેમ ખુશ છે?

આ પણ વાંચો:અમેરિકાએ ઈરાન પર કર્યા હવાઈ હુમલા, ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની પુષ્ટિ કરી

આ પણ વાંચો:અમેરિકાએ ચાબહાર બંદર સહિત 90 સ્થળો પર બોમ્બમારો કર્યો, 3 લોકોના મોત; ઈરાને બદલો લીધો