Latest Amreli News/ બગસરા નગરપાલિકાના પ્રમુખ દ્વારા જનરલ બોર્ડમા મનમાની થતા વિવાદ સર્જાયો

Amreli News : અમરેલી બગસરા નગરપાલિકા પ્રમુખની મનમાની કહ્યુ કે નગરપાલિકા “આવી રીતે જ ચાલશે”

Gujarat Others Breaking News

Amreli News : બગસરા નગરપાલિકા ફરી આવી વિવાદમાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ દ્વારા જનરલ બોર્ડમા મનમાની થતા વિવાદ સર્જાયો હતો. નગરપાલિકાની બોર્ડની મિંટિગ 7 મિનિટમાં પુરી થતા સવાલો ઉઠયા હતા. નગરપાલિકાની મહિલા પ્રમુખે આવીજ રીતે ચાલશેનો મનમાની જવાબ આપ્યો હતો.

બગસરા નગરપાલિકાની મનમાનીના વિવાદમા ફરી એક વધારો થયો છે. વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરને પણ ઉગ્ર રજુઆત કરાઈ છે. નગરપાલિકાની બોર્ડ મિંટિગ 3 મહિનાની જગ્યાએ 6 મહિને જનરલ બોર્ડ મળી હતી. તો પણ બોર્ડમાં વિવાદ સર્જાતા મિંટિગ સ્થગિત કરવામાં આવી હતી.

અમરેલીમાં આવેલ બગસરા નગરપાલિકા અવારનવાર ચર્ચામાં જોવા મળતી હોય છે. આની પહેલાં પણ બગસરા નગરપાલિકાએ પહેલા મકાન બનાવવા મંજુરી આપી અને બાદમાં મનાઈ હુકમ ઠપકાર્યો હતો. નગરપાલિકા તેના નિર્ણયોને કારણે વિવાદમાં રહેતી હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલી બગસરા નગરપાલિકાની ચૂંટણી, ન.પા.માં ભાજપની પેનલનો થયો વિજય, અમરેલી તાલુકા પંચાયતમાં બે બેઠક ભાજપને ફાળે

આ પણ વાંચો: ભાજપમાં મોટા વિવાદના એંધાણ, અમરેલી નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકાઈ

આ પણ વાંચો: બગસરા નગરપાલિકાના સત્તાધીશો સામે ગેરરીતિનાં આક્ષેપ