Ahmedabad/ અમદાવાદમાં આંગડિયા કર્મી લૂંટાયો, પોલીસ લૂંટારાઓને પકડવામાં નિષ્ફળ

અમદાવાદમાં

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં આંગડિયા લૂંટ કેસમાં પોલીસની સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. 250 CCTV ચેક કર્યા બાદ પણ લૂંટારાઓ પકડાયા નથી. ટુ-વ્હીલર પર ખોટી નંબર પ્લેટ લગાવીને આવ્યા હતા. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગી છે.

અમદાવાદમાં લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. શહેરના એલિસબ્રિજ વિસ્તાપરમાં લૂંટનો આ બનાવ બન્યો હતો. જેમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 40 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.આ બનાવની વિગત મુજબ અમદાવાદના એલિસબ્રિજ જિમખાના પાસે લૂંટની આ ઘટના બની હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

જેમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 65 લાખની લૂંટ કરવામાં આવી હતી.  લૂંટારાઓએ ઓટોરિક્ષામાં જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને મરચાંની ભૂકી છાંટીને તેમને ધોળે દિવસે લૂંટી લીધો હતો. આર. કાંતિલાલ આંગડિયા પેઢીના માલિક અશોક પટેલનું કહેવું છે કે , આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બે માણસ બાબુભાઈ મફતભાઈ પ્રજાપતિ અને મનોજભાઈ બાબુભાઈ પટેલ જમાલપુર એપીએમસીથી 65 લાખ રૂપિયા રિક્ષામાં લઈને અમારી ઓફિસ આર. કાંતિલાલ આંગડિયા ખાતે આવી રહ્યા હતા, દરમિયાન અચાનક જલારામ મંદિરથી આગળ જિમખાનાની સામે બાઈક પર બે શખસ છરી અને એરગન લઈને આવી ગયા હતા. લૂંટારૂઓએ 65માંથી 40 લાખની લૂંટ આદરી હતી.

અશોક પટેલે આગળ જણાવ્યું કે, છરીને આવેલા આ શખ્સોએ રિક્ષા ઉભી રખાવીને આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બન્ને માણસની આંખમાં મરચાંની ભૂકી નાખીને રિક્ષામાં બેસેલા બંને માણસોને ઉપર છરી વડે અને એરગન વડે હુમલો કરી લોહીલુહાણ કરી લૂંટી લીધા હતા. અમારા બન્ને કર્મચારી બપોરે એપીએમસીથી નીકળ્યા હતા. ઇસ્કોન આર્કેડ, સીજી રોડ પોતાની આંગડિયા પેઢી તરફ જતી વખતે 3.20 વાગ્યે એલિસબ્રિજ જિમખાના સામે બાઈક ઉપર આવેલા બે શખસે 65 લાખની લૂંટ કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડના ધરમપુર વિસ્તારના છાત્રાલયમાં કુકર ફાટ્યું, મહિલા ગંભીર રીતે દાઝી

આ પણ વાંચો:સુરતમાં કતારગામમાં મકાનમાં બંધ થઈ ગઈ બાળકી

આ પણ વાંચો:દાંતામાં સરકારી અનાજમાં નીકળી જીવાત, શાળામાં અપાય છે મધ્યાહન ભોજન

આ પણ વાંચો:સુરતમાં પીકઅપવાને લીધો બાળકનો જીવ