Banaskantha News/ દાંતામાં સરકારી અનાજમાં નીકળી જીવાત, શાળામાં અપાય છે મધ્યાહન ભોજન

બનાસકાંઠાના દાંતામાં સરકારી અનાજમાં જીવાત નીકળી હોવાનું સામે આવ્યું. દાંતાની સરકારી શાળામાં જીવાત નીકળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી

Top Stories Gujarat Others

બનાસકાંઠાના દાંતામાં સરકારી અનાજમાં જીવાત નીકળી હોવાનું સામે આવ્યું. દાંતાની સરકારી શાળામાં જીવાત નીકળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી. મંડાલી શાળાને અપાયેલા ચણામાં જીવાત નીકળી હોવાનો વિડીયો વાયરલ થયો છે. શાળામાં અપાતા મધ્યાહન ભોજન માટે અપાયેલા ચણામાં જીવાત નીકળી.

સરકાર દ્વારા અપાતી મધ્યાહન ભોજનની ચણા દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળી. જાણકારી મુજબ તાલુકાના તમામ મધ્યાહન કેન્દ્રોમાં સરકાર તરફથી અપાતા સીધા સામાનમાં જીવાત જોવા મળી. મધ્યાહન ભોજન સરકાર તરફથી આપવામાં આવે છે. સરકાર તરફથી મોકલવામાં આવતું સીધું સામાન હલકી ગુણવત્તા વાળું હોવાનું આ ઘટના બતાવે છે. સરકારીઅધિકારીઓએ શાળામાં મોકલાતા સીધા સામાનમાં કવોલિટી મામલે કેમ સમાધાન કર્યું. શા માટે હલકી ગુણવત્તાવાળો સામાન મોકલવામાં આવ્યો? નાના બાળકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડા થતા જોવા મળી રહ્યા છે. અગાઊ કુવારશી ગામે પણ આ પ્રકારનો વિવાદ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાદડિયાનો વળતો પ્રહારઃ ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવા અપીલ થઈ હતી

આ પણ વાંચો: શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું, દર્દીઓની સંખ્યા વધી, કોલેરાનાં 3 કેસ

આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડના પીડિતોને સીએમ ભુપેન્દ્ર પટેલ મળ્યાં