Gandhinagar News: રાજકોટ ગેમિંગ ઝોનના 25મી મેના રોજ થયેલા અગ્નિકાંડના પીડિતોને સીએમ ભુપેન્દ્ર પટેલ મળ્યા હતા. પીડિતોની વાત તેમણે સાંભળી હતી. પીડિતોએ તેમને આવેદનપત્ર આપ્યું હતું. પીડિતોના કુટુંબીજનોએ આ ઘટનામાં સંડોવાયેલા આઇએએસ અને આઇપીએસ બધા સામે કાર્યવાહી કરી છે. સીએમએ તેમને આશ્વાસન આપ્યું છે.
સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ ઘટનામાં ગમે તેવા ચમરબંધીને છોડવામાં નહીં આવે. હાલમાં તો આ ગેમિં ઝોનને મંજૂરી આપનારાઓ જેલના સળિયા ગણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 27 લોકોના મોત થયા હતા. રાજકોટ અગ્નિ દુર્ઘટનાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (SIT)ની ટીમે ખુલાસો કર્યો હતો કે ગેમ ઝોનમાં સપ્ટેમ્બર 2023માં ઘણા મહિનાઓ પહેલા આગ લાગી હતી.
હતભાગી પરિવારના સભ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ રીતસર રડી પડયા હતા. ભારે હૈયે આ પરિવારોએ અત્યાર સુધી રચાયેલી તમામ તપાસ સમિતિના તારણ એક સરખા નીકળવા સામે સવાલો કરીને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માંગ મૂકી હતી.
સરળ અને મૃદુ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેેલે પરિવારજનોને સાંભળ્યા હતા અને ન્યાય માટે સરકાર વતી ખાતરી આપી હતી. સાથે જ હજુ ગમે ત્યારે કોઇ પણ પ્રશ્ન કે રજૂઆત હોય તો ફરી તેમને મળવા આવવા પણ કહ્યું હતું. સરકાર આ પરિવારોના દુ:ખમાં ભાગીદાર હોવાની ખાતરી પણ આપી હતી.
આજે બપોરે લગભગ દોઢેક વાગ્યે ભાજપ આગેવાનો અને પીડિત પરિવારના સભ્યો મુખ્યમંત્રી કાર્યાલયમાં ભુપેન્દ્રભાઇને મળ્યા હતા અને એકાદ કલાકથી શાંતિથી વાત કરી હતી. જેમના સ્વજન આ કરૂણ બનાવમાં મૃત્યુ પામ્યા તે પરિવારના સભ્યો મુખ્યપ્રધાન સામે ભાંગી પડયા હતા અને તેમના આંસુ જોઇને ભુપેન્દ્રભાઇ તથા ભાજપના અન્ય આગેવાનો પણ શોકમાં ગરકાવ થઇ ગયા હતા.
આ પરિવારજનોએ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં ચારેક તપાસ સમિતિ બની છે. તેના રીપોર્ટ એક સરખા હોવાનું તેઓને જાણવા મળે છે. તમામ જવાબદારોેને હજુ સુધી સજા થાય તેવી આશા દેખાતી નથી. અનેક પરિવારોનું જીવન નિર્વાહ ચલાવવાનો પ્રશ્ન આવી ગયો છે. આ ઘટના માટે તંત્રવાહકોની જવાબદારી નકકી કરવા પણ ખાસ સમિતિ બનાવવાની જરૂર છે.
આ કેસ જયારે કોર્ટમાં આવે ત્યારે રોજેરોજ ચાલે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તાબડતોબ ન્યાય મળે તેવી આશા આ પરિવારોએ દુ:ખ સાથે રજૂ કરી હતી. એકાદ કલાકની આ ચર્ચામાં પીડિત પરિવારના સભ્યોએ એવી માંગણી કરી હતી કે, આ કેસ માટે વધુ એક ખાસ સ્પેશ્યલ પી.પી.ની જરૂર છે. હાઇકોર્ટમાં તેમના વતી કેસ લડવા માટે ખાસ સરકારી વકીલ આપવા જોઇએ. ભાવુક થયેલા પરિવારજનોએ રોજીરોટીની વાત પણ આગળ ધરી હતી.
SITના પ્રારંભિક અહેવાલમાં TRP ગેમ ઝોનના પ્રમોટરો દ્વારા ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. સપ્ટેમ્બર 2023 માં વેલ્ડીંગના કારણે TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળી હતી. તે આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી, પરંતુ તે સમયે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર સેફ્ટીના પગલાંના અભાવ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.
SIT રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે અલગ-અલગ પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા રાખવાને બદલે, મુલાકાતીઓ માટે પ્રવેશ અને બહાર નીકળવા માટે માત્ર એક જ સાંકડો માર્ગ હતો, જેમાં સલામતીના નિયમો મુજબ કોઈ ફરજિયાત કટોકટી બહાર નીકળવાની જરૂર નથી.
પોલીસ ટીમને જાણવા મળ્યું કે જૂન 2023માં રાજકોટના ટાઉન પ્લાનિંગ વિભાગે ગેમિંગ ઝોનમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે નોટિસ ફટકારી હતી. પરંતુ, ન તો TRP ગેમ ઝોનનું માળખું તોડી પાડવામાં આવ્યું હતું અને ન તો તેને માલિકો દ્વારા નિયમિત કરવામાં આવ્યું હતું, SIT રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
SIT રિપોર્ટમાં અન્ય એક મહત્ત્વપૂર્ણ તારણો એ છે કે પહેલા માળે જવા માટે માત્ર એક જ સાંકડી લોખંડની સીડી હતી, જે લગભગ 4 થી 5 ફૂટ પહોળી હતી. 25 મેના રોજ આગ સ્ટ્રક્ચરમાં ફેલાઈ હોવાથી, પહેલા માળ પરના લોકો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર ઉતરવું અને બચવું અશક્ય હતું, અહેવાલમાં જણાવાયું છે.
આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસ ભવન પર પથ્થરમારાનો મામલો, કાર્યકરની લાગણી સેલ બનાવવા માંગ
આ પણ વાંચો: શિક્ષણ વિભાગની તપાસમાં પીપળિયાની નકલી શાળાનો થયો પર્દાફાશ
આ પણ વાંચો: ઊંઝા APMCના 5 ડિરેક્ટરોનો મામલો, હાઈકોર્ટે ફગાવી અરજી
આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં લાંચ લીધાની સાગઠિયાની કબૂલાત