Anand News/ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાતા 6 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

અન્ય ત્રણ વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા હતા. આ ઘટનાની જાણ……….

Top Stories Gujarat Breaking News

Anand News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વહેલી સવારે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. વડોદરાથી અમદાવાદ તરફ આણંદના ચિખોદરા નજીક ટ્રક અને ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10થી વધુ ઈજાગ્રસ્ત થયા છે.

સૂત્રો મુજબ રાજસ્થાન જઇ રહેલી ખાનગી બસને અમદાવાદ-વડોદરા હાઇવે પર આણંદના ચિખોદરા નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે.  અન્ય ત્રણ વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ટીમ દોડી આવી હતી. અને પોલીસ પણ પહોંચી ગઈ હતી.  હજું આ અકસ્માતમાં 12થી 15 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવાતા ખળભળાટ, મહંત જ્યોતિર્નાથનું નિવેદન આવ્યુ સામે

આ પણ વાંચો: ચોમાસાની ઋતુમાં લાલબત્તી સમાન કિસ્સો! સાપ કરડવાથી 7 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો: વલસાડમાં જોવા મળ્યા નદી-નાળાઓના તોફાની સ્વરૂપ